IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સને પ્લેઑફ માટેની મહત્ત્વપૂર્ણ મૅચ પહેલાં મોટો ફટકો પડ્યો છે. કલકત્તાનો હાઇએસ્ટ રન-સ્કોરર અંગક્રિશ રઘુવંશી ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયો છે.
અંગક્રિશ રઘુવંશી
IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સને પ્લેઑફ માટેની મહત્ત્વપૂર્ણ મૅચ પહેલાં મોટો ફટકો પડ્યો છે. કલકત્તાનો હાઇએસ્ટ રન-સ્કોરર અંગક્રિશ રઘુવંશી ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયો છે.
વિકેટકીપર-બૅટર અંગક્રિશ રઘુવંશી મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ દરમ્યાન કૅચ પકડવાના પ્રયાસમાં ઘાયલ થઈને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તેના ડાબા હાથની આંગળીમાં ફ્રૅક્ચર છે.
મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા ૨૧ વર્ષના આ બૅટરે આ સીઝનમાં કલકત્તા માટે ૧૨ મૅચમાં ૧૪૬.૨૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફિફટીની મદદથી ૪૨૨ રન કર્યા છે.