ફ્રૅન્ચાઇઝીએ શૅર કરેલી માહિતી અનુસાર ૨૦૧૨ની ૨૭ મે, ૨૦૧૪ની એક જૂન અને ૨૦૨૪ની ૨૬ મેના રોજ આ સ્ટાર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું
IPL ટાઇટલના સન્માનમાં તારામંડળના ત્રણ સ્ટારને કોરબો, લોડબો અને જીતબો નામ આપ્યું કિંગ ખાનની ટીમે
બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની ફ્રૅન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ હાલમાં એક રસપ્રદ માહિતી શૅર કરી છે. ત્રણ વખત ચૅમ્પિયન બનવા બદલ તેમણે સત્તાવાર રીતે મિથુન નક્ષત્રની આસપાસ ત્રણ તારા રજિસ્ટર કરાવ્યા છે જે કોરબો (૨૦૧૨), લોડબો (૨૦૧૪) અને જીતબો (૨૦૨૪) નામથી ટીમના ટાઇટલ-વિજયનું પ્રતીક છે. ફ્રૅન્ચાઇઝીએ શૅર કરેલી માહિતી અનુસાર ૨૦૧૨ની ૨૭ મે, ૨૦૧૪ની એક જૂન અને ૨૦૨૪ની ૨૬ મેના રોજ આ સ્ટાર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ ત્રણ તિથિઓ મિથુન રાશિમાં આવે છે. KKRના લાંબા સમયથી ચાલતા સૂત્ર કોરબો (રમો), લોડબો (લડો) અને જીતબો (જીતો) પરથી નામ આપવામાં આવેલા આ ત્રણ સ્ટાર્સ ટીમના ચૅમ્પિયનશિપ જીતવાના વારસાને સ્પેશ્યલ ટ્રિબ્યુટ આપે છે.

