ભારતના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે પાકિસ્તાની મેન્સ ક્રિકેટ ટીમ વિશે મોટું નિવેદન આપ્યું છે
કપિલ દેવ
ભારતના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે પાકિસ્તાની મેન્સ ક્રિકેટ ટીમ વિશે મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન વર્તમાન પાકિસ્તાની ક્રિકેટરો વિશેનાં તેમનાં મંતવ્યો વિશે પૂછવામાં આવ્યું હતું. એના જવાબમાં કપિલ દેવે કહ્યું કે ‘પાકિસ્તાન પાસે હવે ૮૦ અને ૯૦ના દાયકામાં અથવા એ પહેલાંના સમયમાં જે પ્રતિભા હતી એ રહી નથી. પાકિસ્તાને વિશ્વને ઇમરાન ખાન, જાવેદ મિયાંદાદ, ઝહીર અબ્બાસ, વસીમ અકરમ, વકાર યુનુસ જેવા કેટલાક શ્રેષ્ઠ ક્રિકેટર્સ આપ્યા છે, પરંતુ કમનસીબે આપણને તેમની પ્રતિભાનો એક ટકો પણ વર્તમાન ટીમમાં દેખાતો નથી.’
પાકિસ્તાની ટીમ પોતાના પ્રદર્શન કરતાં ડ્રામાબાજી માટે વધુ ચર્ચામાં રહે છે.


