૨૦૧૫થી આ ટુર્નામેન્ટમાં રમનાર વિલિયમસને IPL મૅચને નજીકથી જોવાની તક આ વર્ષે પણ ઝડપી લીધી છે. કેન વિલિયમસન આ વર્ષે IPLમાં પહેલી વાર કૉમેન્ટરી કરતો જોવા મળશે.
કેન વિલિયમસન
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમનો ૩૪ વર્ષનો અનુભવી બૅટર કેન વિલિયમસન IPL 2025 પહેલાં મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ તરફથી રમતાં તેણે ૭૯ મૅચમાં ૧૮ ફિફ્ટીની મદદથી ૨૧૨૮ રન કર્યા હોવા છતાં તેને કોઈ ટીમે પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યો નહોતો, પણ ૨૦૧૫થી આ ટુર્નામેન્ટમાં રમનાર વિલિયમસને IPL મૅચને નજીકથી જોવાની તક આ વર્ષે પણ ઝડપી લીધી છે. કેન વિલિયમસન આ વર્ષે IPLમાં પહેલી વાર કૉમેન્ટરી કરતો જોવા મળશે. આ વર્ષે શિખર ધવન અને એ. બી. ડિવિલિયર્સ અને ઍરૉન ફિન્ચ જેવા ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ કૉમેન્ટરી-પૅનલનો ભાગ બનશે.


