ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચ હૈદરાબાદ સામેની દિલ્હીની હાર માટે કૅપ્ટન અક્ષર પટેલને જવાબદાર માને છે. ફિન્ચને લાગે છે કે અક્ષરે પોતે અને કુલદીપ યાદવ જેવા બોલર પાસે માત્ર બે-બે ઓવર જ કરાવીને હૈદરાબાદને મસમોટો સ્કોર બનાવવા દીધો.
ઍરોન ફિન્ચ અને અક્ષર પટેલ
મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માની લાજવાબ ઇનિંગ્સના ચારેકોર ભારે વખાણ થઈ રહ્યાં છે અને તેણે એકલે હાથે દિલ્હી કૅપિટલ્સને પરાસ્ત કરી દીધું હતું. દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે પણ આ વાતનો સ્વીકાર કરતાં કબૂલ કર્યું હતું કે અભિષેક જેવો બૅટર જ્યારે રમી રહ્યો હોય ત્યારે કૅપ્ટન કંઈ જ ન કરી શકે. મૅચ બાદ પ્રેઝન્ટેશન વખતે અક્ષર પટેલે અભિષેક શર્મા બાબતે કહ્યું હતું કે ‘જો અમે રન-આઉટનો મોકો અને કૅચ છોડ્યા ન હોત તો અમે તેને રોકી શક્યા હોત, પણ જો કોઈ શાનદાર બૅટીંગ કરી રહ્યું હોય અને તેની ટેક્નિકમાં કોઈ જ ખામી ન હોય તો એવા પ્રદર્શનનું શ્રેય તેને આપવું જ જોઈએ.
ઍરોન ફિન્ચ માને છે કે દિલ્હીની હાર માટે અક્ષર જ જવાબદાર
ADVERTISEMENT
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચ હૈદરાબાદ સામેની દિલ્હીની હાર માટે કૅપ્ટન અક્ષર પટેલને જવાબદાર માને છે. ફિન્ચને લાગે છે કે અક્ષરે પોતે અને કુલદીપ યાદવ જેવા બોલર પાસે માત્ર બે-બે ઓવર જ કરાવીને હૈદરાબાદને મસમોટો સ્કોર બનાવવા દીધો. ફિન્ચ કહે છે કે ‘અમને ખૂબ જ નવાઈ લાગી કે અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેવા અનુભવી સ્પિનરો તેમનો ક્વોટા પૂરો નથી કરતા અને બન્ને મળીને માત્ર ચાર ઓવર કરે છે. બીજી તરફ પાર્ટટાઇમ બોલર નીતીશ રાણા ચાર ઓવર ફેંકે છે. મારા મતે આમાં કોઈ જ લૉજિક નથી જણાઈ રહ્યું. આમાં કૅપ્ટનની જ જવાબદારી છે કે સિનિયર, રીટેન કરેલા અને ડબલ વર્લ્ડ કપ વિનર બોલર પર પૂરેપરો ભરોસો કરવો. આમાં તેનું ડિફેન્સિવ માઇન્ડસેટ જણાઈ આવે છે.’
બીજી તરફ ક્લાસેને પણ જે રીતે બૅટિંગ કરી એ જોતાં બોલરોનો કોઈ જ વાંક નહોતો. જ્યારે કોઈ (અભિષેક શર્મા) આવા ફૉર્મમાં રમતો હોય ત્યારે કોઈ કૅપ્ટન કંઈ જ ન કરી શકે. મેં બોલરોને પણ આવું કહ્યું હતું કે તમે પ્રૉપર પ્લાનિંગ સાથે બોલિંગ કરી રહ્યા છો અને છતાંય કોઈ આવા શૉટ મારે તો એમાં તમારો કોઈ જ વાંક નથી.’ સતત ત્રીજી હારથી નાસીપાસ થયા વગર દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે કહ્યું હતું કે ‘હમણાં તો અમને ટીમમાં બદલાવ કરવા જેવું નથી લાગી રહ્યું, કેમ કે બોલિંગ અને બૅટિંગ બન્નેમાં અમે સારું જ કરી રહ્યા છીએ. મને લાગે છે કે પિચ ખૂબ જ સારી હોય ત્યાર તમારે આવા પર્ફોર્મન્સને એક ખરાબ દિવસ હતો એમ સમજીને ભૂલી જવો જોઈએ.’
