Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આકરો બુધવાર: વિશ્વનાં ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૪૯ ભારતનાં

આકરો બુધવાર: વિશ્વનાં ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૪૯ ભારતનાં

Published : 23 April, 2026 07:08 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાનાં બાલનગીર અને તાલચેર ૪૪ ડિગ્રી સેલ્સિયસ સાથે ટોચના ક્રમે હતાં. બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઓડિશાનાં ઘણાં શહેરો ટોચનાં ૫૦ શહેરોમાં હતાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લાઇવ વેધર રૅન્કિંગના રિયલટાઇમ ડેટા અનુસાર ગઈ કાલે વિશ્વનાં ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૪૯ ભારતનાં હતાં. ઓડિશાનાં બાલનગીર અને તાલચેર ૪૪ ડિગ્રી સેલ્સિયસ સાથે ટોચના ક્રમે હતાં. બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઓડિશાનાં ઘણાં શહેરો ટોચનાં ૫૦ શહેરોમાં હતાં. થાઇલૅન્ડનું ટાક ટોચનાં ૫૦માં એકમાત્ર બિનભારતીય શહેર છે જે ૨૭મા ક્રમે હતું.
ભારત વિશ્વની નિર્વિવાદ ગરમીની રાજધાની બની ગયું છે જે આ મહિને સબ-કૉન્ટિનેન્ટમાં ગરમીના સંકટના અસાધારણ સ્કેલને ઉજાગર કરે છે. એમાં બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશનાં શહેરો વૈશ્વિક રૅન્કિંગમાં આગળ છે. આ યાદીમાં બિહારનું ભાગલપુર, ઓડિશાનું તાલચર અને પશ્ચિમ બંગાળનું આસનસોલ મોખરે હતાં જ્યાં દરેકમાં ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બિહારનાં બીજાં શહેરો બેગુસરાય, મુંગેર, મોતીહારી, ભોજપુર અને સિવાન તેમ જ પશ્ચિમ બંગાળ અને પૂર્વી ઉત્તર પ્રદેશનાં અનેક સ્થળોમાં ૪૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન હતું. 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 07:08 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK