IPL મૅચમાં પોતાની ઇનિંગ્સની શરૂઆત હૅટ-ટ્રિક સિક્સરથી કરનારો ઓવરઑલ ચોથો બૅટર અને પહેલો કૅપ્ટન બન્યો હતો.
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન હેડના સેન્ચુરી-સેલિબ્રેશનની નકલ કરતો હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ.
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે માત્ર ચાર બૉલમાં ૧૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેણે લખનઉ સામે ૧૭મી ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સરની સિદ્ધિ મેળવી હતી. તે IPL મૅચમાં પોતાની ઇનિંગ્સની શરૂઆત હૅટ-ટ્રિક સિક્સરથી કરનારો ઓવરઑલ ચોથો બૅટર અને પહેલો કૅપ્ટન બન્યો હતો.
આ પહેલાં ૨૦૨૧માં કોલકાતા નાઇટ રાઇડર્સના ઑલરાઉન્ડર સુનીલ નારાયણે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે, ૨૦૨૩માં લખનઉ સુપર જાયન્ટ્સના સ્ટાર બૅટર નિકોલસ પૂરને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અને ૨૦૨૪માં ચેન્નઈ સુપર કિંગ્સના વિકેટકીપર બૅટર એમ. એસ. ધોનીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે આ કમાલ કરી હતી

