ક્રીઝ પર હાજર સ્ટાર બૅટર મહેન્દ્ર સિંહ ધોનીને વિનિંગ શૉટ ન મારવા દેવાને લઈને કેટલાક ક્રિકેટ-ફૅન્સે સોશ્યલ મીડિયા પર તેના માટે અપશબ્દો કહ્યા હતા
ધોનીએ બે ડોટ બૉલ રમીને રચિન રવીન્દ્રને મારવા દીધો હતો વિનિંગ શૉટ.
રવિવારે ચેપૉકમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ઓપનર રચિન રવીન્દ્ર (૪૫ બૉલમાં ૬૫ રન અણનમ)એ વિનિંગ સિક્સર ફટકારીને જીત અપાવી હતી, પણ ક્રીઝ પર હાજર સ્ટાર બૅટર મહેન્દ્ર સિંહ ધોનીને વિનિંગ શૉટ ન મારવા દેવાને લઈને કેટલાક ક્રિકેટ-ફૅન્સે સોશ્યલ મીડિયા પર તેના માટે અપશબ્દો કહ્યા હતા. કેટલાક ફૅન્સે બે ડોટ બૉલ રમીને રચિનને વિનિંગ શૉટ મારવાનો અવસર આપનાર ધોનીની પ્રશંસા પણ કરી હતી.
અંતિમ ઓવર્સમાં ૩૭ રનની પાર્ટનરશિપ કરીને ચેન્નઈના બન્ને રવીન્દ્રએ સંભાળી હતી બાજી.
ADVERTISEMENT
મૅચ માટે ન્યુ ઝીલૅન્ડનો ભારતીય મૂળનો ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર કહે છે, ‘જ્યારે તમે આવી ક્ષણમાં હો ત્યારે એને અનુભવવું મુશ્કેલ હોય છે, કારણ કે તમારું ધ્યાન ફક્ત ટીમ માટે મૅચ જીતવા પર હોય છે. પહેલી વાર ધોની સાથે ક્રીઝ શૅર કરીને સારું લાગે છે. લોકો તેને અહીં પ્રેમ કરે છે એથી તે ખાસ છે.’

