કલકત્તાના ૨૦૧ રનના ટાર્ગેટ સામે ૧૨૦ રને આૅલઆઉટ થઈ જવાથી હૈદરાબાદને ૮૦ રનની સૌથી મોટી હાર મળી : રઘુવંશી-ઐયરની ફિફ્ટી અને વૈભવ-વરુણની ત્રણ-ત્રણ વિકેટથી તળિયાની ટીમ કલકત્તાએ કર્યું કમબૅક, ૧૮મી સીઝનમાં ૧૦ મૅચ બાદ ૨૦૦ રનનો સ્કોર જોવા મળ્યો
કલકત્તાના વૈભવ અરોરાએ એક ઓવર મેઇડન નાખવાની સાથે શાનદાર ત્રણ વિકેટ લીધી હતી.
IPLની ૧૫મી મૅચમાં કલકત્તા નાઇટ રાઇડર્સે ૮૦ રને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સળંગ પાચમી જીત નોંધાવી હતી. ઈડન ગાર્ડન્સમાં કલકત્તાએ ખરાબ શરૂઆત છતાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૦ રનનો સ્કોર કર્યો હતો. હૈદરાબાદની ટીમે ૨૦૧ રનના ટાર્ગેટ સામે ૧૬.૪ ઓવરમાં ૧૨૦ રન પર ઑલઆઉટ થઈને ૮૦ રને પોતાની સૌથી મોટી IPL હારનો સામનો કરવો પડ્યો હતો.
ટૉસ હાર્યા બાદ બૅટિંગ કરવા ઊતરેલી કલકત્તાની ટીમે ૧૮મી સીઝનમાં ૨૦૦ રનના દુકાળને ખતમ કર્યો હતો. પાંચમી મૅચ બાદ છેક ૧૦ મૅચ બાદ ક્રિકેટ-ફૅન્સે IPLમાં એક ઇનિંગ્સમાં ૨૦૦ રનનો સ્કોર જોયો હતો. ૨.૩ ઓવરમાં ૧૬ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવ્યા બાદ હોમ ટીમ કલકત્તા માટે અંગક્રિશ રઘુવંશી (૩૨ બૉલમાં ૫૦ રન) અને કૅપ્ટન અજિંક્ય રહાણે (૨૭ બૉલમાં ૩૮ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૮૧ રનની પાર્ટનરશિપ કરી હતી. વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયર (૨૯ બૉલમાં ૬૦ રન) સાથે પાંચમી વિકેટ માટે ૯૧ રનની ભાગીદારી કરીને ફિનિશર રિન્કુ સિંહે (૧૭ બૉલમાં ૩૮ રન અણનમ) ટીમનો સ્કોર ૨૦૦ રન સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IPLમાં ડેબ્યુ કરનાર શ્રીલંકન ઑલરાઉન્ડર કમિન્ડુ મેન્ડિસ સહિત હૈદરાબાદના પાંચ બોલર્સને ૧-૧ વિકેટ મળી હતી.
ADVERTISEMENT
પાવરપ્લેમાં ૩૩ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવનાર હૈદરાબાદ ટીમના બૅટર્સ કલકત્તાના બોલર્સ સામે પાણીમાં બેસી ગયા હતા. ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલા ફાસ્ટ બોલર વૈભવ અરોરા (૨૯ રનમાં ત્રણ વિકેટ) અને સ્પિનર વરુણ ચક્રવર્તી (૨૨ રનમાં ત્રણ વિકેટ)ની શાનદાર બોલિંગ સામે માત્ર કમિન્ડુ મેન્ડિસ (૨૦ બૉલમાં ૨૭ રન) અને હેન્રિક ક્લાસેન (૨૧ બૉલમાં ૩૩ રન ) મોટી ઇનિંગ્સ રમી શક્યા હતા. કલકત્તા માટે ઍન્દ્રે રસેલને બે જ્યારે સુનીલ નારાયણ અને હર્ષિત રાણાને એક-એક વિકેટ મળી હતી.
IPLમાં કોણ કેટલાં પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
પંજાબ |
૨ |
૨ |
૦ |
+૧.૪૮૫ |
૪ |
દિલ્હી |
૨ |
૨ |
૦ |
+૧.૩૨૦ |
૪ |
બૅન્ગલોર |
૩ |
૨ |
૧ |
+૧.૧૪૯ |
૪ |
ગુજરાત |
૩ |
૨ |
૧ |
+૦.૮૦૭ |
૪ |
કલકત્તા |
૪ |
૨ |
૨ |
+૦.૦૭૦ |
૪ |
મુંબઈ |
૩ |
૧ |
૨ |
+૦.૩૦૯ |
૨ |
લખનઉ |
૩ |
૧ |
૨ |
- ૦.૧૫૦ |
૨ |
ચેન્નઈ |
૩ |
૧ |
૨ |
-૦.૭૭૧ |
૨ |
રાજસ્થાન |
૩ |
૧ |
૨ |
-૧.૧૧૨ |
૨ |
હૈદરાબાદ |
૪ |
૧ |
૩ |
-૧.૬૧૨ |
૨ |
200
આટલી T20 વિકેટ KKR માટે લેનાર પહેલો બોલર બન્યો સુનીલ નારાયણ, એક ટીમ સામે આવું કરનાર ઓવરઓલ દુનિયાનો બીજો જ બોલર.

