૧૪ એપ્રિલે કલકત્તા સામે હૈદરાબાદે ૪ વિકેટે ૨૨૮ રન બનાવ્યા હતા
IPL 2023
ડેવૉન કોન્વે તસવીર મિડ-ડે
બૅન્ગલોરમાં ગઈ કાલે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે બૅટિંગ આપ્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સે ૬ વિકેટે ૨૨૬ રન બનાવ્યા હતા. માત્ર બે રન માટે ધોનીની આ ટીમ આ સીઝનનો ૨૨૮ રનનો વિક્રમી સ્કોર ચૂકી ગઈ હતી. ૧૪ એપ્રિલે કલકત્તા સામે હૈદરાબાદે ૪ વિકેટે ૨૨૮ રન બનાવ્યા હતા. જોકે ચેન્નઈએ લખનઉ સામેનો પોતાનો વિક્રમ (૨૧૭/૭) તોડ્યો હતો.
બૅન્ગલોરના ફીલ્ડર્સે કેટલાક કૅચ છોડ્યા હતા. કિવી ઓપનર ડેવૉન કોન્વે (૮૩ રન, ૪૫ બૉલ, છ સિક્સર, છ ફોર) અને શિવમ દુબે (બાવન રન, ૨૭ બૉલ, પાંચ સિક્સર, બે ફોર) છવાઈ ગયા હતા. તેમની વચ્ચે ૮૦ રનની ભાગીદારી થઈ હતી. રહાણે (૩૭ રન, ૨૦ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો. બૅન્ગલોરના છએ છ બોલર (સિરાજ, પાર્નેલ, વૈશાક, મૅક્સવેલ, હસરંગા, હર્ષલ)ને એક-એક વિકેટ મળી હતી. ગઈ મૅચના હીરો વૈશાકની ૪ ઓવરમાં ૬૨ રન બન્યા હતા.