રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ વતી કૅપ્ટન તરીકે સૌથી વધુ પાંચ આઇપીએલ-ટાઇટલ જીત્યાં એમ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ વતી પાંચ ટાઇટલ મેળવ્યાં છે
IPL 2023
ધોનીએ છેલ્લો બૉલ નહોતો જોયો. પછી તે જાડેજાને ભેટીને રડ્યો અને પત્ની સાક્ષી, ઝિવાને ભેટ્યો હતો.
અમદાવાદમાં ટેસ્ટ ત્રણ દિવસની અને ટી૨૦ પણ ‘ત્રણ દિવસની’ :
અમદાવાદના મોટેરામાં (લૉકડાઉન બાદ) ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેબ્રુઆરી, ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ભારતના ૧૦ વિકેટના વિજય સાથે ફક્ત બે દિવસમાં પૂરી થઈ હતી અને ત્યાર બાદ ૨૦૨૧માં જ બન્ને દેશ વચ્ચેની માર્ચ, ૨૦૨૧ની ટેસ્ટ ભારતના એક દાવ અને પચીસ રનના વિજય સાથે ત્રણ જ દિવસમાં પૂરી થઈ હતી. જોકે નવાઈની વાત એ છે કે એ જ ગ્રાઉન્ડ પર આઇપીએલની સીએસકે-જીટી વચ્ચેની ટી૨૦ ફાઇનલ ‘ત્રણ’ દિવસ રમાઈ. રવિવારે રમાનારી આ મૅચ ભારે વરસાદને લીધે ન રમાઈ અને સોમવારે શરૂ તો થઈ, પરંતુ ફરી મેઘરાજાનાં વિઘ્નો વચ્ચે મોડે સુધી ચાલી અને અંગ્રેજી તારીખ પ્રમાણે મંગળવાર, ૩૦ મે સુધી લંબાઈ અને મધરાત બાદ દોઢ વાગ્યા સુધી ચાલી અને રવીન્દ્ર જાડેજાની ધમાકેદાર બાઉન્ડરી સાથે પૂરી થઈ.
ADVERTISEMENT
ધમાલ ત્રણ દિવસની, રમાઈ ફક્ત ૩૫ ઓવરઃ
ચેન્નઈ-ગુજરાતની ફાઇનલ ‘ત્રણ દિવસ’ની કહી શકાય એવી હતી, પરંતુ એમાં થઈ માત્ર ૩૫ ઓવર. આ પણ અદ્ભુત કહી શકાય. ઇંગ્લિશ તારીખ પ્રમાણે આ ફાઇનલ ત્રણ દિવસ ચર્ચામાં રહી, પરંતુ એમાં રમાઈ ફક્ત ૩૫ ઓવર. ૨૦ ઓવરમાં ગુજરાતે ૪ વિકેટે ૨૧૪ રન (ટી૨૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં હાઇએસ્ટ) બનાવ્યા પછી ચેન્નઈએ ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૧૫ ઓવર મળતાં એમાં ૧૭૧ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.
ધોની કારકિર્દીની પહેલી મૅચમાં પણ પ્રથમ બૉલમાં આઉટ થયેલોઃ
‘ધ ગ્રેટ’ એમએસ ધોની ડિસેમ્બર ૨૦૦૪માં કારકિર્દીની પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. બંગલાદેશ સામેની એ વન-ડેમાં ધોની પોતાના પહેલા જ બૉલમાં રનઆઉટ થયો હતો. સોમવારે અમદાવાદમાં તે પોતાના પહેલા જ બૉલમાં (મોહિત શર્માના બૉલમાં) ડેવિડ મિલરને કૅચ આપી બેઠો હતો. તે ક્વૉલિફાયર-વનની જેમ ફાઇનલમાં પણ એક્સ્ટ્રા કવરમાં કૅચઆઉટ થયો હતો. ધોનીની આ કદાચ છેલ્લી મૅચ હતી એટલે તેની પ્રથમ અને અંતિમ મૅચની વિકેટની સરખામણી રસપ્રદ બની છે. અહીં ઉલ્લેખનીય છે કે સર ડોનાલ્ડ બ્રૅડમૅન ૧૯૪૮માં લંડનના ઓવલમાં ઇંગ્લૅન્ડ સામે પોતાની કરીઅરની અંતિમ ઇનિંગ્સમાં પોતાના બીજા બૉલમાં આઉટ (ક્લીન બોલ્ડ) થયા હતા અને તેમની ૯૯.૯૪ની બૅટિંગ-ઍવરેજ રહી ગઈ હતી.
રોહિતની બરાબરી કરી ધોનીએ :
જેમ રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ વતી કૅપ્ટન તરીકે સૌથી વધુ પાંચ આઇપીએલ-ટાઇટલ જીત્યાં એમ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ વતી પાંચ ટાઇટલ મેળવ્યાં છે. તમામ ટી૨૦ ટુર્નામેન્ટ્સમાં સીએસકેનું આ મુંબઈ તથા ટાઇટન્સ (સાઉથ આફ્રિકા)ની જેમ સાતમું ટાઇટલ કહેવાય. સિયાલકોટ સ્ટૅલિયન્સના હાઇએસ્ટ ૮ ટાઇટલ છે.
રાયુડુનાં પણ પાંચ ટાઇટલ :
રોહિત અને ધોનીની જેમ અંબાતી રાયુડુ (પ્લેયર તરીકે) પાંચ આઇપીએલ-ટાઇટલ જીત્યો. રાયુડુ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સમાં હતો.
જાડેજા ૨૬ વખત સફળ ચેઝમાં અણનમ :
રવીન્દ્ર જાડેજા ૨૬ વાર આઇપીએલના સફળ ચેઝમાં અણનમ રહ્યો છે. ધોની હાઇએસ્ટ ૨૭ વાર સફળ ચેઝમાં અણનમ રહ્યો છે.
ગિલ હવે કોહલી પછી બીજા નંબરે :
શુભમન ગિલે આ સીઝનમાં ૮૯૦ રન બનાવ્યા. તે એક સીઝનમાં સૌથી વધુ ૯૭૩ રન (૨૦૧૬માં) બનાવનાર કોહલી પછી બીજા નંબર પર છે.
ગુજરાતના તમામ ૨૦૦-પ્લસ અમદાવાદમાં :
ગુજરાત ટાઇટન્સે ૨૦૨૩ની આઇપીએલમાં તમામ પાંચ ૨૦૦-પ્લસ ટોટલ અમદાવાદમાં નોંધાવ્યા.
આઇપીએલનો ઇમર્જિંગ પ્લેયર
રાજસ્થાન રૉયલ્સના યશસ્વી જયસ્વાલ (૧૪ મૅચમાં ૬૨૫ રન, એક સેન્ચુરી, પાંચ હાફ સેન્ચુરી, ૨૬ સિક્સર, ૮૨ ફોર)ને ‘આઇપીએલ-૨૦૨૩ના ઇમર્જિંગ પ્લેયર’નો અવૉર્ડ અપાયો હતો.
ટૉપ ફાઇવ ઑફ આઇપીએલ ૨૦૨૩
બેસ્ટ બૅટ્સમેન | ||
બૅટર | મૅચ | રન |
શુભમન ગિલ | ૧૭ | ૮૯૦ |
ફૅફ ડુ પ્લેસી | ૧૪ | ૭૩૦ |
ડેવોન કૉન્વે | ૧૬ | ૬૭૨ |
વિરાટ કોહલી | ૧૪ | ૬૩૯ |
યશસ્વી | ૧૪ | ૬૨૫ |
બેસ્ટ બોલર | ||
બોલર | મૅચ | વિકેટ |
મોહમ્મદ શમી | ૧૭ | ૨૮ |
મોહિત શર્મા | ૧૪ | ૨૭ |
રાશિદ ખાન | ૧૭ | ૨૭ |
પીયૂષ ચાવલા | ૧૬ | ૨૨ |
યુઝવેન્દ્ર ચહલ | ૧૪ | ૨૧ |
બેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર | ||
બૅટર | સ્કોર | વિરુદ્ધ |
શુભમન ગિલ | ૧૨૯ | મુંબઈ |
યશસ્વી | ૧૨૪ | મુંબઈ |
શુભમન ગિલ | ૧૦૪* | બૅન્ગલોર |
વેન્કટેશ | ૧૦૪ | મુંબઈ |
હૅન્રિક ક્લાસન | ૧૦૪ | બૅન્ગલોર |
બેસ્ટ કૅચર | ||
ખેલાડી | મૅચ | કૅચ |
ઋતુરાજ ગાયકવાડ | ૧૬ | ૧૭ |
વિરાટ કોહલી | ૧૪ | ૧૩ |
એઇડન માર્કરમ | ૧૩ | ૧૧ |
હેટમાયર | ૧૪ | ૧૧ |
ડેવિડ મિલર | ૧૬ | ૧૧ |
બેસ્ટ વિકેટકીપર | |||
ખેલાડી | મૅચ | કૅચ | સ્ટમ્પિંગ |
ઈશાન કિશન | ૧૬ | ૧૦ | ૩ |
વૃદ્ધિમાન સહા | ૧૭ | ૯ | ૨ |
રહમનુલ્લાહ ગુરબાઝ | ૧૧ | ૧૦ | ૦ |
દિનેશ કાર્તિક | ૧૩ | ૮ | ૨ |
સૌથી વધુ સિક્સર | ||
ખેલાડી | મૅચ | સિક્સર |
ફૅફ ડુ પ્લેસી | ૧૪ | ૩૬ |
શિવમ દુબે | ૧૬ | ૩૫ |
શુભમન ગિલ | ૧૭ | ૩૩ |
ગ્લેન મૅક્સવેલ | ૧૪ | ૩૧ |
ઋતુરાજ ગાયકવાડ | ૧૬ | ૩૦ |
સૌથી વધુ ફોર | ||
ખેલાડી | મૅચ | ફોર |
શુભમન ગિલ | ૧૭ | ૮૫ |
યશસ્વી | ૧૪ | ૮૨ |
ડેવોન કૉન્વે | ૧૬ | ૭૭ |
ડેવિડ વૉર્નર | ૧૪ | ૬૯ |
વિરાટ કોહલી | ૧૪ | ૬૫ |