કૅપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ આજથી સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમવા ઊતરશે
ફાઇલ તસવીર
બંગલાદેશની ધરતી પર બંગલાદેશી વિમેન્સ ટીમ સામે પાંચ મૅચની T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરનાર ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ આજે એક મહિના બાદ ક્રિકેટના મેદાન પર ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતરશે. કૅપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ આજથી સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમવા ઊતરશે. ત્રણેય મૅચ બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે. બીજી-ત્રીજી મૅચ ૧૯ અને ૨૩ જૂને રમાશે.

