Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રીજી મૅચમાં ૪૯ રનની જીતથી કાંગારૂઓ સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપથી બચ્યું ભારત

ત્રીજી મૅચમાં ૪૯ રનની જીતથી કાંગારૂઓ સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપથી બચ્યું ભારત

Published : 12 October, 2026 05:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૉન્ડિચૅરીમાં ગઈ કાલે ત્રીજી મૅચમાં ભારતની A ટીમ ૪૯ રનથી જીતી એને કારણે ઑસ્ટ્રેલિયા A ટીમ ક્લીન સ્વીપ નહોતી કરી શકી અને એણે ૨-૧ની સ્કોરલાઇન સાથે ત્રણ વન-ડે મૅચની સિરીઝ જીતી હતી.

મુંબઈના સૂર્યાંશ શેડગેએ સાતમા ક્રમે રમીને ૬૦ બૉલમાં ૬૬ રન કર્યા હતા.

મુંબઈના સૂર્યાંશ શેડગેએ સાતમા ક્રમે રમીને ૬૦ બૉલમાં ૬૬ રન કર્યા હતા.


પૉન્ડિચૅરીમાં ગઈ કાલે ત્રીજી મૅચમાં ભારતની A ટીમ ૪૯ રનથી જીતી એને કારણે ઑસ્ટ્રેલિયા A ટીમ ક્લીન સ્વીપ નહોતી કરી શકી અને એણે ૨-૧ની સ્કોરલાઇન સાથે ત્રણ વન-ડે મૅચની સિરીઝ જીતી હતી.
ત્રીજી મૅચમાં ભારતે ૪૭.૩ ઓવરમાં ૨૭૫-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં કાંગારૂઓ ૪૬.૨ ઓવરમાં ૨૨૬ રનના સ્કોર પર ઑલઆઉટ થયા હતા. ઇન્ડિયા A ટીમ છેલ્લે ૨૦૨૦માં ન્યુ ઝીલૅન્ડ સામે આવી અનઑફિશ્યલ વન-ડે સિરીઝ હારી હતી. 
ભારત તરફથી પ્રિયાંશ આર્યએ ૪૫ બૉલમાં ૪૯ રન, સાતમા ક્રમે રમવા આવેલાં સૂર્યાંશ શેડગેએ ૬૦ બૉલમાં ૬૬ રન અને આઠમા ક્રમે બૅટિંગ કરનાર વિપ્રજ નિગમે ૪૪ બૉલમાં ૪૦ રન કર્યા હતા.  
રન-ચેઝ સમયે ઓપનર જૉશ ફિલિપે ૪૮ બૉલમાં ૫૬ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. આ ટીમે અંતિમ પાંચ વિકેટ ૨૭ રનની અંદર ગુનાવી હતી.

 પૉન્ડિચૅરી એવી પિચો તૈયાર કરી રહ્યું છે જેના પર વન-ડે મેચો રમાવી જોઈએ. અહીં ૨૫૦ રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરવો મુશ્કેલ લાગે છે. આવી પિચો બૅટ્સમેનો પાસેથી વધુ મહેનતની માગ કરશે અને તેમની રણનીતિક વિચારસરણી તથા રમતની સમજની કસોટી કરશે.
- ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK