Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટનપદ ગુમાવ્યા પછી પ્રથમ ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને રડી પડી હરમનપ્રીત કૌર, માઇક્રોફોન ફેંકી દીધું

કૅપ્ટનપદ ગુમાવ્યા પછી પ્રથમ ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને રડી પડી હરમનપ્રીત કૌર, માઇક્રોફોન ફેંકી દીધું

Published : 22 October, 2026 12:56 PM | Modified : 22 October, 2026 12:59 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મૅચમાં ૪૧ બોલમાં અણનમ ૯૧ રન બનાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન હરમનપ્રીત કૌર ઇનિંગ્સ દરમ્યાનના ઇન્ટરવ્યુમાં ભાવુક થઈ ગઈ હતી.

હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌર


મંગળવારે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મૅચમાં ૪૧ બોલમાં અણનમ ૯૧ રન બનાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન હરમનપ્રીત કૌર ઇનિંગ્સ દરમ્યાનના ઇન્ટરવ્યુમાં ભાવુક થઈ ગઈ હતી.

કૅપ્ટનપદેથી હટ્યા પછીના પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં તેણે પ્રૅક્ટિસ દરમ્યાન મદદ કરવા બદલ પોતાના બૅટિંગ કોચ હિમાંશુનો આભાર માન્યો હતો. આ ક્ષણે તે ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયાં. ઇન્ટરવ્યુ પછી તે માઇક્રોફોન ફેંકીને ડ્રેસિંગ રૂમમાં જતી રહી હતી. 



હરમનપ્રીત કૌરે કહ્યું, ‘મને નથી લાગતું કે હવે કોઈ પ્રેશર છે. મને લાગે છે કે હવે આ બધું મેદાન પર મારી જાતને માણવા વિશે છે અને મને લાગે છે કે હું એ જ કરવા ઇચ્છું છું. હું ફક્ત મારી બૅટિંગનો આનંદ લેવા ઇચ્છું છું અને એ રન આવ્યા એ સારું છે.’


91 T20 વ્યક્તિગત સ્કોર કર્યો હરમનપ્રીત કૌરે. સ્મૃતિ માન્ધનાનો ડિસેમ્બર ૨૦૨૫નો ૮૦ રનનો રેકૉર્ડ તોડ્યો.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 12:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK