Sri Lankan cricketer Killed: ધમ્મિકા નિરોશનાએ 12 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 200 થી વધુ રન અને 19 વિકેટ અને 8 લિસ્ટ-એ મેચોમાં 48 રન અને પાંચ વિકેટ લીધી હતી.
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
ઇન્ડિયન ક્રિકેટ ટીમે ઝીમ્બાબ્વે સામેની પાંચ ટી-20I મેચ સિરીઝમાં 4-1 થી જીત મેળવી હતી અને હવે 27 જુલાઈ 2024 થી ભારત શ્રીલંકાના (Sri Lankan cricketer Killed) પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ભારતના આ પ્રવાસ દરમિયાન ત્રણ ટી-20 અને ત્રણ ઓડીઆઇ મેચ રમાવાની છે. જો કે ભારતના શ્રીલંકા પ્રવાસ પહેલા ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. શ્રીલંકામાં એક ભુતપૂર્વ ક્રિકેટરની ગોળી મારીને ક્રૂર પણે હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જેથી આ ઘટનાની ભારતના પ્રવાસ પર શું અસર થશે તે બાબતે હવે જોરદાર ચર્ચા શરૂ થઈ છે.
શ્રીલંકાની અંડર-19 ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધમ્મિકા નિરોશનાની (Sri Lankan cricketer Killed) મંગળવારે રાત્રે તેમના જ ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીના અંબાલાંગોડાના ઘરે કાંડા માવાથા ખાતે બની હતી. સ્થાનિક મીડિયાની રિપોર્ટ મુજબ નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે ઘરે હતા તે દરમિયાન 12-બોરની રાઇફલથી તેમને ગોળી મારવામાં આવી હતી. પોલીસને આ ઘટનાની માહિતી મળતાં જ તેમણે નિરોશનાના ઘરે પહોંચીને તેનો મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે દીધો હતો અને હવે આ મામલે આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
(ધમ્મિકા નિરોશના : તસવીર સૌજન્ય X)
ભૂતપૂર્વ કેપ્ટન ધમ્મિકા નિરોશનાને તેની પત્ની અને બે બાળકો સામે ગોળી મારીને ઠાર મારવામાં આવ્યો હોવાની ક્રૂર ઘટના બની છે. આ ઘટનામાં નિરોશનાની હત્યા કરનાર વ્યક્તિ અને ગોળીબાર (Sri Lankan cricketer Killed) પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ધમ્મિકા નિરોશના રાઇટ હેન્ડ ફાસ્ટ બૉલર અને રાઇટ હેન્ડ બેટ્સમેન હતા. વર્ષ 2000માં શ્રીલંકા અંડર-19 ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું તે બાદ ક્રિકેટ રમવામાં વધુ થોડા વર્ષો વિતાવ્યા હતા. ધમ્મિકા નિરોશના શ્રીલંકાનો સર્વશ્રેષ્ઠ યુવા ઑલરાઉન્ડ ક્રિકેટરોમાંથી એક હોવાનું કહેવાય છે. એન્જેલો મેથ્યુસ, ઉપુલ થરંગા, દિનેશ ચંદીમલ બધા સાથે તે રમ્યા હતા. જો કે કમનસીબે નિરોશનાએ 20 વર્ષની ઉંમરે ક્રિકેટ કરિયર છોડી દીધું હતું.
ન્યુઝીલેન્ડમાં 2002 ICC અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન, તેમણે શ્રીલંકાની આગેવાની કરી અને પાંચ ઇનિંગ્સમાં 19.28ની સરેરાશથી સાત વિકેટો લીધી હતી. શ્રીલંકામાં ચિલાવ મેરિયન્સ ક્રિકેટ ક્લબ, ગાલે ક્રિકેટ ક્લબ અને સિંઘા સ્પોર્ટ્સ ક્લબનું પ્રતિનિધિત્વ કરવા સાથે, ધમ્મિકા નિરોશનાએ 12 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 200 થી વધુ રન અને 19 વિકેટ અને 8 લિસ્ટ-એ મેચોમાં 48 રન અને પાંચ વિકેટ લીધી હતી. આ ઘટનાથી હવે ક્રિકેટ જગતમાં હોબાળો મચ્યો છે. તેમ જ ઇન્ડિયન ક્રિકેટ ટીમ (Sri Lankan cricketer Killed) આ 27 જૂને શ્રીલંકા જવાની છે, પરંતુ તે સિરીઝ પર આ ઘટનાની કોઈ અસર નહીં થશે એવું કહેવામાં આવી રહ્યું છે. જો કે શ્રીલંકા સરકાર કે ક્રિકેટ પ્રશાસન તરફથી આ ઘટના બાબતે હજી સુધી કોઈપણ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

