Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શું મોહમ્મદ આમિરની IPLમાં થઈ શકે છે એન્ટ્રી?

શું મોહમ્મદ આમિરની IPLમાં થઈ શકે છે એન્ટ્રી?

Published : 21 May, 2026 09:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનનો ભૂતપૂર્વ પેસ બોલર મોહમ્મદ આમિર માટે IPL રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે તે એ માટે રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આમિરે ૨૦૨૪માં T20 વર્લ્ડ કપ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

મોહમ્મદ આમિર

મોહમ્મદ આમિર


પાકિસ્તાનનો ભૂતપૂર્વ પેસ બોલર મોહમ્મદ આમિર માટે IPL રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે તે એ માટે રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આમિરે ૨૦૨૪માં T20 વર્લ્ડ કપ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આમિરની પત્ની બ્રિટિશ નાગરિક છે અને એના દ્વારા જ તેણે બ્રિટનના નાગરિક બનવા માટે અપ્લાય કર્યું હતું. થોડા સમય પહેલાં તેણે એક ટીવી-શોમાં કહ્યું હતું કે જો તેની નાગરિકતા બદલાશે તો IPLમાં રમવા ઇચ્છુક છે. હવે આમિરે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા તેની અરજી માન્ય થઈ ગઈ છે અને તે બ્રિટિશ નાગરિક બની ગયો હોવાની જાણકારી ચાહકોને આપી છે. આ પોસ્ટ બાદ તરત જ તેની IPLમાં એન્ટ્રીની ચર્ચા થવા લાગી છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK