ઍર ઇન્ડિયાએ વૉર્નરની ફરિયાદનો જવાબ આપ્યો, જેમાં ડાયવર્ઝન અને વિલંબ પાછળનું કારણ બૅન્ગલોરના પડકારજનક હવામાનને ગણાવ્યું હતું.
મૂવીના ટ્રેલરમાં ડેવિડ વૉર્નરની એક ઝલક.
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર હાલમાં હૈદરાબાદમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘રૉબિનહુડ’ના ટ્રેલર-લૉન્ચ અને પ્રમોશન ઇવેન્ટ માટે હૈદરાબાદ પહોંચ્યો હતો જ્યાં તે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે અલગ-અલગ ઇવેન્ટ અને ઇન્ટરવ્યુમાં જોવા મળ્યો હતો. ૨૮ માર્ચે રિલીઝ થનારી તેલુગુ ફિલ્મ ‘રૉબિનહુડ’માં વૉર્નર નાનકડી ભૂમિકામાં દેખાશે.
ADVERTISEMENT
ફિલ્મનાં સ્ટાર ઍક્ટર્સ નીતિન અને શ્રીલીલા સાથે ઇન્ટરવ્યુ આપતો ડેવિડ વૉર્નર.
જોકે બૅન્ગલોરથી હૈદરાબાદ આવતાં પહેલાં તેને એક કડવો અનુભવ થયો હતો. સોશ્યલ મીડિયા પર તેણે ઍર ઇન્ડિયાની ટીકા કરી, ઍરલાઇન પર આરોપ લગાવ્યો કે તેમને એવા પ્લેનમાં બેસાડવામાં આવ્યા જેમાં ઉડાન માટે કોઈ પાઇલટ નહોતા. ઍર ઇન્ડિયાએ વૉર્નરની ફરિયાદનો જવાબ આપ્યો, જેમાં ડાયવર્ઝન અને વિલંબ પાછળનું કારણ બૅન્ગલોરના પડકારજનક હવામાનને ગણાવ્યું હતું.

