૮ એપ્રિલથી ૧૯ મે વચ્ચે આયોજિત આ T20 લીગ માટે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ બોલર ટિમ સાઉધી સહિતના મોટા સ્ટાર ક્રિકેટર્સે પણ નામ નોંધાવ્યાં છે
ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસમાં સૌથી વધુ ૬૨ ફિફ્ટી ફટકારનાર ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન બૅટર ડેવિડ વૉર્નર મેગા ઑક્શનમાં બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે અનસોલ્ડ રહ્યો હતો. જોકે હવે આ ૩૮ વર્ષના ઓપનિંગ બૅટરે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની દસમી સીઝનના ડ્રાફ્ટ માટે પહેલી વાર પોતાનું નામ નોંધાવીને સૌને ચોંકાવી દીધા છે. ૮ એપ્રિલથી ૧૯ મે વચ્ચે આયોજિત આ T20 લીગ માટે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ બોલર ટિમ સાઉધી સહિતના મોટા સ્ટાર ક્રિકેટર્સે પણ નામ નોંધાવ્યાં છે.
PSLની દરેક ફ્રૅન્ચાઇઝી આ ૩૮ વર્ષના અનુભવી બૅટરને ખરીદવા આતુર હશે. તે કઈ ટીમ માટે રમશે એનો નિર્ણય ૧૧ જાન્યુઆરી સુધીમાં આવી શકે છે. તે હાલમાં ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગમાં રમી રહ્યો છે જ્યાં તે સિડની થન્ડરનો કૅપ્ટન છે જે ચાર મૅચમાં માત્ર એક હારને કારણે છ પૉઇન્ટ સાથે તેની ટીમ પૉઇન્ટ-ટેબલમાં ત્રીજા સ્થાને છે.