Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > CWG : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માત્ર નવ રનથી ગોલ્ડ ચૂકી, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

CWG : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માત્ર નવ રનથી ગોલ્ડ ચૂકી, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

Published : 08 August, 2022 08:52 AM | IST | Birmingham
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ જીતી ગોલ્ડ

સિલ્વર મેડલ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ હરમનપ્રીત કૌર અને રેણુકા સિંહે કૉમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ સમારોહ પછી ત્રિરંગો હાથમાં લીધો હતો. (તસવીર : પી.ટી.આઇ.)

Commonwealth Games

સિલ્વર મેડલ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ હરમનપ્રીત કૌર અને રેણુકા સિંહે કૉમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ સમારોહ પછી ત્રિરંગો હાથમાં લીધો હતો. (તસવીર : પી.ટી.આઇ.)


ઇંગ્લૅન્ડ (England)ના બર્મિંગહૅમ (Birmingham) ચાલી રહેલ કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં રવિવારે રાત્રે મહિલા ક્રિકેટની ફાઇનલ રમાતી હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women’s Cricket Team) અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ (Australia Women’s Cricket Team) વચ્ચે રસાકસીની મેચ થઈ હતી. જેમાં ભારતીય મહિલા ટીમ માત્ર ૯ રનથી મેચ હારી જતા ગોલ્ડથી વંચિત રહી હતી અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.





ગઇકાલ રાતની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૬૧ રન કર્યા હતા. ૧૬૨ રનના પડકારનો પીછો કરતા ભારતીય ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૫૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી સૌથી વધુ રેણુકા સિંહ ઠાકુર (Renuka Singh Thakur) અને સ્નેહ રાણા (Sneh Rana)એ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે દિપ્તી શર્મા () અને રાધા યાદવ ()એ એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બેથ મુન્ની (Beth Mooney)એ ૪૧ બોલમાં ૬૧ રન માર્યા હતા. કૅપ્ટન મેગ લેનિંગ (Meg Lanning)એ ૩૬ રન કર્યા હતા.


ઓસ્ટ્રેલિયાએ આપેલા ૧૬૨ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતની ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને શેફાલી વર્મા (Shafali Verma) બહુ જલ્દી આઉટ થઈ ગયા હતા. જેમિમા રોડ્રિગ્યુસ (Jemimah Rodrigues) અને કૅપ્ટન હરમનપ્રિત કૌર (Harmanpreer Kaur)એ ભારતની ઇનિંગને આગળ ધપાવી હતી. આ બન્ને બેટરો વચ્ચે ૯૫ રનની ભાગીદારી થઈ હતી. જેમાં જેમિમાએ ૩૩ બોલમાં ૩૩ રન કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રિત કૌરે શાનદાર અર્ધસદી ફટકારી હતી. તેણે ૪૩ બોલમાં ૬૫ રન ફટકાર્યા હતા. જ્યારે ભારતીય ટીમના નીચલા ક્રમના બેટરો ચાલ્યા જ નહોતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એશ્લે ગાર્ડનર (Ash Gardner)એ ૩ વિકેટ ઝડપી હતી. તો મેગન સ્કટ (Megan Schutt)એ બે વિકેટ લીધી હતી. તે સિવાય જેસ જોનાસને (Jess Jonassen)ને એક વિકેટ મળી હતી.

માત્ર નવ રનથી મેચ હારી જતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગોલ્ડ ચૂકી ગઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2022 08:52 AM IST | Birmingham | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK