ઑક્ટોબર ૨૦૨૪માં મુંબઈ માટે ડોમેસ્ટિક ડેબ્યુ કરનાર આયુષના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવ મૅચમાં બે સેન્ચુરી અને એક ફિફટીને કારણે ૫૦૪ રન છે
આયુષ મ્હાત્રે
IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ત્રણમાંથી છેલ્લી બે મૅચ હારી ચૂકી છે. ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલી આ ટીમે સીઝનની વચ્ચે મુંબઈના ૧૭ વર્ષના વિસ્ફોટક ઓપનર આયુષ મ્હાત્રેને ટ્રાયલ માટે બોલાવ્યો છે. અહેવાલ અનુસાર મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેતાં પહેલાં પણ તે ચેપૉક સ્ટેડિયમમાં CSKના કૅમ્પમાં ટ્રાયલ માટે ગયો હતો. CSKના સીઈઓ કાશી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું છે કે ‘CSK કૅમ્પમાં કોઈ ઘાયલ થયું નથી અને આયુષને ફક્ત ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો હતો. આ કોઈ સિલેક્શન નથી, માત્ર ટ્રાયલ છે.’
ઑક્ટોબર ૨૦૨૪માં મુંબઈ માટે ડોમેસ્ટિક ડેબ્યુ કરનાર આયુષના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવ મૅચમાં બે સેન્ચુરી અને એક ફિફટીને કારણે ૫૦૪ રન છે, જ્યારે લિસ્ટ-એ મૅચમાં તેણે બે સેન્ચુરી અને એક ફિફ્ટીની મદદથી સાત મૅચમાં ૪૫૮ રન કર્યા છે.

