ICC Champions Trophy 2025: ભારતીય ટીમ જો ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા માટે પાકિસ્તાન ન જાય તો જાણો કયો દેશ લઈ શકે છે ટીમ ઈન્ડિયાનું સ્થાન.
પ્રતીકાત્મક તસવીર
ICC Champions Trophy 2025: ભારતીય ટીમ જો ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા માટે પાકિસ્તાન ન જાય તો જાણો કયો દેશ લઈ શકે છે ટીમ ઈન્ડિયાનું સ્થાન.
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નો મુદ્દો ક્રિકેટ જગતમાં છવાયેલો છે, ખાસ કરીને ભારતની પાકિસ્તાન પ્રવાસે જવાની ના પાડવી ICC માટે ખૂબ જ મોટી મુશ્કલી સમાન છે. રિપૉર્ટ્સ પ્રમાણે BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે અને એવામાં આઈસીસી દ્વારા શેડ્યૂલ સંબંધિત એક ઇવેન્ટ રદ કરી દેવાથી ક્રિકેટના ચાહકો સામે નવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે. જો પાકિસ્તાન પણ હાઈબ્રિડ મૉડલ ન સ્વીકારવાની જિદ નહીં છોડે અને જો એવી પરિસ્થિતિ આવી તો કઈ ટીમ હશે જે ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતને રિપ્લેસ કરી છે?
ADVERTISEMENT
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ આઠ આવૃત્તિઓમાં, જે આઠ ટીમો રેન્કિંગમાં પ્રથમ આઠ સ્થાને હતી તે ક્વોલિફાય થઈ હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ફોર્મેટ એવું છે કે 2023 ODI વર્લ્ડ કપના ટેબલમાં ટોપ-8માં રહેલી આઠ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે દાવો કરતી જોવા મળશે. આનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સીધો પ્રવેશ મેળવનાર આઠ ટીમોના નામ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.
ભારતનું સ્થાન કોણ લેશે?
ત્યારથી ચેમ્પિયન્સ ટ્રોફીની આઠ ટીમો વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવી છે. તેથી જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ નહીં લે તો તેનું સ્થાન શ્રીલંકાને આપવામાં આવશે. ODI વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા નવમા ક્રમે હતું. આ હકીકતને નકારી શકાય નહીં કે ક્રિકેટમાં ભારતીય બજારને જોતા જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ નહીં લે તો ICCને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.
એક તરફ હાઈબ્રિડ મોડલ અપનાવવાનો વિષય પણ ચર્ચામાં છે, પરંતુ અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ પોતાનો આગ્રહ છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.
નોંધનીય છે કે, આવતા વર્ષે પાકિસ્તાનમાં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને વિવાદ ચાલુ છે. બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાની ના પાડ્યા બાદ હવે આ ટૂર્નામેન્ટના આયોજન પર શંકાના વાદળ ઘેરાઈ રહ્યા છે. આ માટે 11 નવેમ્બરના શેડ્યૂલ આવવાનું હતું અને ડ્રાફ્ટ શેડ્યૂલ પ્રમાણે ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીના થવાની હતી. એવામાં આઈસીસી 11 નવેમ્બરથી ટૂર્નામેન્ટના શરૂ થવા સુધી 100 દિવસની કાઉન્ટડાઉન ઈવેન્ટ જાહેર કરવાનું મન બનાવી રહી હતી. ક્રિકબઝના રિપૉર્ટ પ્રમાણે, આ ઈવેન્ટ હાલ રદ કરી દેવામાં આવી છે. આનું સૌથી મોટું કારણ ભારતની ટીમ મોકલવાનું માનવામાં આવી રહ્યું છે. રિપૉર્ટ પ્રમાણે, જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ન થઈ જાય, ત્યાં સુધી તેને અત્યાર માટે લંબાવી દેવામાં આવ્યું છે.