ભારતીય ટીમના પ્લેયર્સે હાલમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ઑફિશ્યલ વન-ડે જર્સી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ના લોગો સાથે પાકિસ્તાનનું નામ છપાયેલું હતું.
ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ.
ભારતીય ટીમના પ્લેયર્સે હાલમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ઑફિશ્યલ વન-ડે જર્સી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ના લોગો સાથે પાકિસ્તાનનું નામ છપાયેલું હતું. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન હોવાથી એનું નામ નિયમો અનુસાર દરેક ટીમની જર્સી પર છપાશે.
દુબઈમાં ફોટોશૂટ દરમ્યાન ભારતીય ટીમના કેટલાક પ્લેયર્સ રંગબેરંગી કૅપ અને અવૉર્ડ સાથે જોવા મળ્યા હતા. 2024 માટે ICCએ હાલમાં દરેક ફૉર્મેટ માટે ટીમ ઑફ ધ યર અને પ્લેયર ઑફ ધ યરના અવૉર્ડ જાહેર કર્યા હતા. ટેસ્ટ ફૉર્મેટની ટીમમાં સિલેક્ટ થયેલા રવીન્દ્ર જાડેજાને ગ્રીન અને T20 ટીમ માટેના પ્લેયર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહને રેડ કૅપ મળી હતી. અર્શદીપ સિંહ T20 પ્લેયર ઑફ ધ યરના અવૉર્ડ સાથે જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
૨૦૨૪ના ICC ટીમ ઑફ ધ યરની કૅપ્સ અને અવૉર્ડ સાથે ભારતીય પ્લેયર્સ.
ભારતીય ક્રિકેટ બોર્ડનો યુ-ટર્ન : એક મૅચ માટે ફૅમિલી જોડાઈ શકશે પ્લેયર સાથે
ભારતીય ક્રિકેટ બોર્ડે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય પ્લેયર્સને મોટી રાહત આપી છે. અહેવાલ અનુસાર દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પ્લેયર્સને પરિવારને સાથે લાવવાની મંજૂરી આપવામાં આપી નહોતી, પણ ક્રિકેટ બોર્ડે પોતાની આ ગાઇડલાઇનમાંથી યુ-ટર્ન લીધો છે. હવે દરેક પ્લેયરને એક મૅચ માટે પોતાના પરિવારને સાથે રાખવાની મંજૂરી આપી છે. ભારતીય ટીમ આવતી કાલે બંગલાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

