યુવરાજ સિંહ (આઠ વાર)નો રેકૉર્ડ તોડીને તેઓ સૌથી વધારે નવ વાર ICC ટુર્નામેન્ટની ફાઇનલ રમનારા ક્રિકેટર બની ગયા છે
રોહિત શર્મા અને વિરાટ કોહલી
દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મૅચ રમવા ઊતરતાં જ ભારતના અનુભવી ક્રિકેટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. યુવરાજ સિંહ (આઠ વાર)નો રેકૉર્ડ તોડીને તેઓ સૌથી વધારે નવ વાર ICC ટુર્નામેન્ટની ફાઇનલ રમનારા ક્રિકેટર બની ગયા છે, જ્યારે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ યુવરાજ સિંહના રેકૉર્ડની બરાબરી કરી છે.
રોહિત શર્મા પોતાની કરીઅરમાં ત્રણ T20 વર્લ્ડ કપ (૨૦૦૭, ૨૦૧૪, ૨૦૨૪), બે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (૨૦૨૧, ૨૦૨૩), ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી (૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૫) અને એક વન-ડે વર્લ્ડ કપ (૨૦૨૩)ની ફાઇનલ મૅચ રમ્યો છે, જ્યારે વિરાટ કોહલીએ બે T20 વર્લ્ડ કપ (૨૦૧૪, ૨૦૨૪), બે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (૨૦૨૧, ૨૦૨૩), ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ (૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૫) અને બે વન-ડે વર્લ્ડ કપ (૨૦૧૧, ૨૦૨૩)ની ફાઇનલ મૅચમાં હાજરી આપી છે.
ADVERTISEMENT
4
સૌથી વધુ આટલાં ICC ટાઇટલ જીતનાર ભારતીય છે રોહિત શર્મા અને વિરાટ કોહલી.
550
આટલામી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો વિરાટ કોહલી, સચિન તેન્ડુલકર (૬૬૪ મૅચ) બાદ આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બન્યો.
સૌથી વધુ ICC ફાઇનલ રમનારા ક્રિકેટર્સ
વિરાટ કોહલી - ૯
રોહિત શર્મા - ૯
યુવરાજ સિંહ - ૮
રવીન્દ્ર જાડેજા - ૮
માહેલા જયવર્દને - ૭
કુમાર સંગકારા - ૭
ICC વાઇટ બૉલ ઇવેન્ટ્સમાં સૌથી વધુ મૅચ જીતનાર પ્લેયર્સ
વિરાટ કોહલી - ૯૦ મૅચમાંથી ૭૨ જીત
રોહિત શર્મા - ૯૦ મૅચમાંથી ૭૦ જીત
માહલા જયવર્દને - ૯૩ મૅચમાંથી ૫૭ જીત
કુમાર સંગકારા - ૯૦ મૅચમાંથી ૫૬ જીત
રવીન્દ્ર જાડેજા - ૬૬ મૅચમાંથી બાવન જીત
રિકી પૉન્ટિંગ - ૭૦ મૅચમાંથી બાવન જીત
એમ. એસ. ધોની - ૭૮ મૅચમાંથી બાવન જીત

