સુપરસ્ટાર કલ્ચરનો અંત લાવવાની વાત કરીને ઇરફા પઠાને કહ્યું...
ઇરફાન પઠાણ
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને હાલના કૉમેન્ટેટર ઇરફાન પઠાણે મોટું નિવેદન આપ્યું છે. પાંચ મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની જીત બાદ ઇરફાન પઠાણ કહે છે, ‘સુપરસ્ટાર કલ્ચરનો અંત આવવો જોઈએ, ટીમ-કલ્ચરની જરૂર છે. તમારે તમારા અને તમારી ટીમના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. આ સિરીઝ પહેલાં વિરાટ કોહલી પાસે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની તક હતી, પરંતુ તે રમ્યો નહોતો. તે છેલ્લે ક્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો? એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં.’
નવા પ્લેયર્સને તક આપવાની તરફેણ કરતાં ઇરફાન આગળ કહે છે, ‘૨૦૨૪માં પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ કોહલીની ઍવરેજ ૧૫ રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ ઍવરેજ ૩૦ પણ નથી. શું આવા સિનિયર ભારતીય ટીમમાં હોવા જોઈએ? તેના બદલે પચીસ વર્ષના યુવકને તક આપવી જોઈએ. તે પ્લેયર ચોક્કસપણે ૩૦ની સરેરાશ આપશે. કોહલીએ ભારત માટે ઘણું કર્યું છે, ઘણું સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તે એક જ ભૂલ પર વારંવાર આઉટ થઈ રહ્યો છે. તે આ ટેક્નિકલ ભૂલ સુધારવાનો પ્રયાસ પણ નથી કરી રહ્યો.’
ADVERTISEMENT
આ સિરીઝમાં કોહલી નવ ઇનિંગ્સમાં માત્ર ૧૯૦ રન બનાવી શક્યો છે અને ઑફ સ્ટમ્પની બહાર જતા બૉલ પર વારંવાર કૅચઆઉટ થયો છે.