પહેલીમાં ૧૫ અને બીજી ઇનિંગ્સમાં પાંચ વાર શૂન્ય પર આઉટ થયા
રોહિત શર્મા
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ માટે શરમજનક આંકડા સામે આવ્યા છે. ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ અને ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે મળીને છેલ્લી પાંચ ટેસ્ટમાંથી ભારતીય ટીમ માત્ર એક ટેસ્ટ જીતી શકી છે. આ પાંચ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ભારતની બૅટિંગ-ઍવરેજ ૧૫.૨૮ અને બીજી ઇનિંગ્સમાં ૨૯.૮૪ રહી છે. ભારતીય ટીમ છેલ્લી પાંચ ટેસ્ટની ૧૦ ઇનિંગ્સમાંથી છમાં ૨૦૦ રનનો સ્કોર પણ નથી કરી શકી.
છેલ્લી પાંચ ટેસ્ટમાં ૨૦ વાર ભારતીય બૅટર એક પણ રન બનાવ્યા વગર આઉટ થયા છે. ભારતીય પ્લેયર્સ પહેલી ઇનિંગ્સમાં ૧૫ અને બીજી ઇનિંગ્સમાં પાંચ વાર ઝીરો પર ગયા છે. ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં વીસમાંથી ૬ ડક આવ્યા છે.
ADVERTISEMENT
ભારતીય બૅટર્સ છેલ્લી પાંચ ટેસ્ટમાં ૮ ફિફ્ટી અને ત્રણ સેન્ચુરી ફટકારી શક્યા છે જેમાંથી પહેલી ઇનિંગ્સમાં એક પણ સેન્ચુરી નથી આવી, માત્ર બે ફિફ્ટી જોવા મળી છે. બીજી ઇનિંગ્સમાં ભારતીય બૅટર્સ ત્રણ સેન્ચુરી અને છ ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યા છે.


