ભારત સામેની છેલ્લી બે ટેસ્ટ માટેની ૧૫ જણની ટીમ કિવીઓએ જાહેર કરીઃ ઓપનર નૅથન મૅકસ્વીનીને ડ્રૉપ કરીને ટીનેજર સૅમ કૉન્સ્ટૅસને સમાવ્યો, જેણે તાજેતરમાં જ પ્રૅક્ટિસ મૅચમાં ટીમ ઇન્ડિયા સામે સેન્ચુરી ફટકારેલી
સૅમ કૉન્સ્ટૅસ
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટેની છેલ્લી બે ટેસ્ટમૅચ માટે ઑસ્ટ્રેલિયાએ ઓપનર નૅથન મૅકસ્વીનીને ડ્રૉપ કરીને તેની જગ્યાએ માત્ર ૧૯ વર્ષના સૅમ કૉન્સ્ટૅસને ટીમમાં સામેલ કર્યો છે. નૅશન મેકસ્વીની ત્રણ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં માત્ર ૭૨ રન કરી શક્યો એને પગલે તેણે ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. મૅકસ્વીની છમાંથી ચાર વાર તો જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો.
ગ્રીક મૂળનો પણ ઑસ્ટ્રેલિયામાં જ જન્મેલો સૅમ કૉન્સ્ટૅસ તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ઝળક્યો છે. તાજેતરમાં જ ભારત સામેની પિન્ક બૉલ પ્રૅક્ટિસ મૅચમાં તેણે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન વતી ઓપનિંગમાં આવીને ૯૭ બૉલમાં ૧૦૭ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ આ રાઇટ-હૅન્ડરને ૧૫ જણની ટીમમાં તો લીધો છે, પણ તેને ૨૬ ડિસેમ્બરથી મેલબર્ન ટેસ્ટમાં રમાડે છે કે નહીં એ જોવું રહ્યું.
ADVERTISEMENT
જોશ હેઝલવુડના સ્થાને ઝાય રિચર્ડસનનો સમાવેશ
ઑસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જોશ હેઝલવુડના સ્થાને ઝાય રિચર્ડસનનો ૧૫ જણની ટીમમાં સમાવેશ કર્યો છે.