Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્વિંગના કિંગ ૩૬ વર્ષના ભુવનેશ્વર કુમારને ટીમ ઇન્ડિયામાં કરાવો કમબૅક

સ્વિંગના કિંગ ૩૬ વર્ષના ભુવનેશ્વર કુમારને ટીમ ઇન્ડિયામાં કરાવો કમબૅક

Published : 02 May, 2026 09:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2026માં ધુરંધર બૅટરોને નચાવતો જોઈને ગદ્ગદ થઈ ગયેલા ચાહકો અને ક્રિકેટપંડિતો કરી રહ્યા છે આ ડિમાન્ડ : આ સીઝનમાં હાઇએસ્ટ ૧૭ વિકેટ સાથે પર્પલ કૅપ ભુવી પાસે છે

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર


ક્રિકેટમાં કહેવાય છે કે ફૉર્મ ઇઝ ટેમ્પરરી બટ ક્લાસ ઇઝ પર્મનન્ટ. આ વાક્ય અત્યારે જો કોઈ બોલર પર બરાબર બંધબેસતું હોય તો તે છે ભારતનો સૌથી ભરોસાપાત્ર સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર. IPL 2026માં ભુવનેશ્વર કુમાર જે રીતે બૉલને હવામાં નચાવી રહ્યો છે એ જોઈને ક્રિકેટપંડિતો અને ચાહકો એક જ સૂર પુરાવી રહ્યા છે: ભુવીને ફરી ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવો છે.

બુમરાહ-ભુવીની જોડી બની શકે ઘાતક



ભુવનેશ્વર કુમાર નવા અને જૂના બૉલથી જે કમાલ કરી રહ્યો છે એ જોતાં પસંદગીકારો ફરી તેની તરફ નજર કરવા મજબૂર જરૂર થશે. ક્રિકેટ-નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્લ્ડ કપમાં જો જસપ્રીત બુમરાહ અને ભુવી સાથે બોલિંગ કરે તો તે વિશ્વની સૌથી ઘાતક જોડી સાબિત થઈ શકે છે. એક તરફ બુમરાહનો સચોટ યૉર્કર અને બીજી તરફ ભુવીની કાતિલ સ્વિંગ…કોઈપણ બૅટ્સમૅન માટે આ દુઃસ્વપ્ન સમાન બની રહેશે.


દિનેશ કાર્તિકે લેવડાવ્યો હતો બૅન્ગલોરમાં

વર્ષો સુધી હૈદરાબાદ ફ્રૅન્ચાઇઝી વતી રમ્યા બાદ બે વર્ષ પહેલાં ઑક્શનમાં ઉંમર અને ફિટનેસને કારણે ભુવનેશ્વરને લેવા માટે ઘણી ટીમો મૂંઝવણમાં હતી ત્યારે દિનેશ કાર્તિકે બૅન્ગલોરના કોચ ઍન્ડી ફ્લાવરને સમજાવ્યા હતા કે જસપ્રીત બુમરાહ બાદ જો ભારત પાસે કોઈ સર્વશ્રેષ્ઠ બોલર હોય તો તે ભુવનેશ્વર કુમાર છે. કાર્તિકનો વિશ્વાસ આજે બૅન્ગલોર માટે માસ્ટરસ્ટ્રૉક સાબિત થઈ રહ્યો છે. ગયા વર્ષે ૧૭ વિકેટ લેનાર ભુવીએ આ વર્ષે તો અડધી સીઝનમાં જ એ આંકડો સ્પર્શી લીધો છે.


૩૫૦ પ્લસ વિકેટ, પ્રથમ ભારતીય

ગુરુવારે ભુવનેશ્વર કુમારે ગુજરાતની બૅટિંગની કરોડરજ્જુ સમાન બૅટરો શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જૉસ બટલરને આઉટ કરીને કમાલ કરી દીધી હતી. સાઈ સુદર્શનની વિકેટ સાથે ભુવીએ T20માં ૩૫૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરી લીધો હતો. આવી સિદ્ધિ મેળવનારો તે પ્રથમ ભારતીય પેસ બોલર બની ગયો હતો. T20માં ભારતીયોમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (૩૯૨ વિકેટ) બાદ તે બીજા નંબરે છે. IPLમાં પણ ભુવીની ૨૧૫ વિકેટ પેસ બોલરોમાં હાઇએસ્ટ છે અને ઓવરઑલ સેકન્ડ હાઇએસ્ટ છે. ૨૨૮ વિકેટ સાથે ચહલ ટૉપમાં છે.

બૅક ટુ બૅક જીતી છે પર્પલ કૅપ

ગુજરાત સામે લીધેલી ૩ વિકેટ સાથે આ સીઝનમાં ભુવીની વિકેટનો આંકડો ૧૭ થઈ ગયો હતો અને તેણે ઈશાન મલિંગા (૧૫ વિકેટ) પાસેથી પર્પલ કૅપ છીનવી લીધી હતી. આમ ૩૬ વર્ષની ઉંમરે કોઈ પેસ બોલર તરખાટ મચાવે એ ખરેખર નવાઈભર્યું છે. ભુવીએ ૨૦૧૬ અને ૨૦૧૭ની સીઝનમાં પર્પલ કૅપ જીતી હતી અને ટુર્નામેન્ટમાં સતત બે સીઝનમાં આવી કમાલ કરનારો પ્રથમ અને એકમાત્ર બોલર છે.

ભુવનેશ્વરની  કમાલ પણ જાણી લો

IPLમાં સૌથી વધુ મેઇડન ઓવર ફેંકવાનો રેકૉર્ડ ભુવનેશ્વર કુમાર અને પ્રવીણકુમાર સંયુક્ત રીતે ધરાવે છે. બન્નેની ૧૪-૧૪ ઓવર મેઇડન છે.

T20 ક્રિકેટમાં ડૉટ બૉલની વૅલ્યુ ખૂબ જ હોય છે અને દરેક ડૉટ બૉલ બૅટર પર પ્રેશર વધારતો હોય છે અને પરિણામે વિકેટ મેળવી આપતો હોય છે. IPLમાં સૌથી વધુ ૧૮૭૬ ડૉટ બૉલનો રેકૉર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે.

IPLમાં પાવરપ્લેમાં સૌથી વધુ ૮૮ વિકેટનો રેકૉર્ડ પણ ભુવનેશ્વર કુમારના નામે છે.

ભુવી વિશ્વનો એકમાત્ર એવો બોલર છે જેણે ટેસ્ટ, વન-ડે અને T20 એમ ત્રણેય ફૉર્મેટમાં પોતાની પ્રથમ વિકેટ બૅટરને બોલ્ડ કરીને લીધી છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં સચિન તેન્ડુલકરને શૂન્ય પર આઉટ કરનારો ભુવનેશ્વર કુમાર પ્રથમ બોલર હતો. એ વખતે તે માત્ર ૧૯ વર્ષનો હતો અને તેણે દુનિયાને બતાવ્યું હતું કે મેરઠનો આ છોકરો લાંબી રેસનો ઘોડો છે.

બોલિંગ ઉપરાંત બૅટિંગમાં પણ તેણે કમાલ કરી છે. તે વર્લ્ડનો એવો પ્રથમ બૅટ્સમૅન છે  જેણે નવમા ક્રમાંકે રમતાં ટેસ્ટ-સિરીઝની પહેલી ત્રણ મેચમાં સતત ત્રણ હાફસેન્ચુરી ફટકારી હોય. ૨૦૧૪ની ઇંગ્લૅન્ડની ટૂરમાં તેણે આ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK