બીજી ટેસ્ટ જીતીને ઇંગ્લૅન્ડે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) પૉઇન્ટ્સ-ટેબલમાં ન્યુ ઝીલૅન્ડની ટીમને ટૉપ ફાઇવમાંથી બહાર કરી છે. બીજી ટેસ્ટનાં રિઝલ્ટ પહેલાં કિવીઓ ૪૭.૯૨ની પૉઇન્ટ ટકાવારી સાથે પાંચમા ક્રમે હતા.
રોહિત શર્મા
ગઈ કાલે દિવસની શરૂઆતમાં બીજી ટેસ્ટ જીતીને ઇંગ્લૅન્ડે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) પૉઇન્ટ્સ-ટેબલમાં ન્યુ ઝીલૅન્ડની ટીમને ટૉપ ફાઇવમાંથી બહાર કરી છે. બીજી ટેસ્ટનાં રિઝલ્ટ પહેલાં કિવીઓ ૪૭.૯૨ની પૉઇન્ટ ટકાવારી સાથે પાંચમા ક્રમે હતા, જ્યારે અંગ્રેજો ૪૨.૫૦ની પૉઇન્ટ ટકાવારી સાથે છઠ્ઠા ક્રમે હતા પણ હવે ઇંગ્લૅન્ડ (૪૫.૨૪) પાંચમા ક્રમે પહોંચ્યું છે અને ન્યુ ઝીલૅન્ડ (૪૪.૨૩) છઠ્ઠા ક્રમે સરકી ગયું છે. બન્ને ટીમ ફાઇનલિસ્ટ બનવાની રેસમાંથી પહેલાંથી જ બહાર છે.
ઍડીલેડ ટેસ્ટમાં ભારતને હરાવીને ઑસ્ટ્રેલિયાએ ફરી રોહિત ઍન્ડ કંપનીનો નંબર વનનો તાજ છીનવી લીધો છે. ઍડીલેડ ટેસ્ટમાં રિઝલ્ટ પહેલાં ભારતીય ટીમ (૬૧.૧૧) પહેલા ક્રમે હતી પણ હવે ૫૮.૨૯ની પૉઇન્ટ ટકાવારી સાથે ટીમ ત્રીજા ક્રમે જતી રહી છે. ઑસ્ટ્રેલિયન ટીમની પૉઇન્ટ ટકાવારી ૫૭.૬૯થી વધીને ૬૦.૭૧ થઈ ગઈ છે અને એ ત્રીજાથી પહેલા ક્રમે પહોંચી છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં બાકીની ત્રણ મૅચ જીતીને ભારતીય ટીમ ફાઇનલિસ્ટ બનવાની આશા જીવંત રાખી શકશે. અન્ય ટીમનાં ટેસ્ટનાં પરિણામ પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.
ADVERTISEMENT
WTC પૉઇન્ટ્સ-ટેબલ
ઑસ્ટ્રેલિયા ૬૦.૭૧
સાઉથ આફ્રિકા ૫૯.૨૬
ભારત ૫૮.૨૯
શ્રીલંકા ૫૦.૦૦
ઇંગ્લૅન્ડ ૪૫.૨૪
ન્યુ ઝીલૅન્ડ ૪૪.૨૩
પાકિસ્તાન ૩૩.૩૩
બંગલાદેશ ૩૧.૨૫
વેસ્ટ ઇન્ડીઝ ૨૪.૨૪

