KKRના નવા મેન્ટર વિશે નવો કૅપ્ટન અજિંક્ય રહાણે કહે છે...
સ્ટમ્પની પૂજા કરીને તૈયારીની શરૂઆત કરી હતી કોલકાતા નાઇટ રાઇડર્સે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના નવા કૅપ્ટન અજિંક્ય રહાણેએ ફ્રૅન્ચાઇઝીના નવા કૅમ્પમાં હેડ કોચ અને મેન્ટરની હાજરીમાં નવી સીઝનની તૈયારી શરૂ કરી દીધી છે. એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે ટીમના નવા મેન્ટર ડ્વેઇન બ્રાવો વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તે કહે છે કે ‘બ્રાવો સાથે કામ કરવું ખરેખર રોમાંચક છે. સ્વાભાવિક રીતે તે ઇતિહાસમાં બીજો સૌથી વધુ T20 મૅચ રમનાર પ્લેયર છે. એથી તે ઘણો અનુભવી છે. તે એક મહેનતુ રણનીતિકાર છે. મેં હંમેશાં તેને બાઉન્ડરીની આસપાસ ફરતો જોયો છે. તે બોલરો સાથે વાત કરતો રહે છે એથી હું તેના હાથ નીચે રમવા ખરેખર ઉત્સાહી છું. જુઓ, અનુભવથી મોટું કાંઈ જ નથી. તેણે વેસ્ટ ઇન્ડીઝ અને ફ્રૅન્ચાઇઝીઓ માટે ઘણી બધી મૅચ જિતાડી છે. મને અપેક્ષા છે કે વ્યક્તિગત રીતે મને અને ટીમને તેની પાસેથી ઘણું શીખવા મળશે.’


