સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર બૅટ્સમૅન એબી ડિવિલિયર્સે તેની ભૂતપૂર્વ IPL ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સાથી વિરાટ કોહલીને જાહેરમાં મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે.
એબી ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર બૅટ્સમૅન એબી ડિવિલિયર્સે તેની ભૂતપૂર્વ IPL ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સાથી વિરાટ કોહલીને જાહેરમાં મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેણે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે ‘હું માનું છું કે મુખ્ય વસ્તુ એ છે કે તમારા મનને હંમેશાં રીસેટ કરવું. વિરાટને કોઈની પણ સાથે ટક્કર કરવી ગમે છે, પરંતુ જ્યારે તમે તમારી કરીઅરના સૌથી ખરાબ ફૉર્મમાં હો ત્યારે આવી વસ્તુઓથી દૂર રહેવું વધુ સારું છે. એક બૅટ્સમૅન તરીકે તમારી જાતને ફરીથી શોધવી મહત્ત્વની છે. દરેક બૉલ મહત્ત્વનો હોય છે, પછી ભલે બોલર કોઈ પણ હોય.’
૨૦૨૪માં ત્રણેય ફૉર્મેટમાં વિરાટ કોહલીની બૅટિંગ-ઍવરેજ ૨૧.૮૩ની રહી હતી જે તેની ઇન્ટરનૅશનલ કરીઅર અને ભારતીય ક્રિકેટ માટે ટૉપ-6 બૅટર્સમાં એક વર્ષની સૌથી ઓછી બૅટિંગ-ઍવરેજનો શરમજનક રેકૉર્ડ પણ હતો.