તેણે પોતાના ઘરનું બ્લૅન્કેટ લઈને એને અલગ-અલગ રીતે પોતાના જ શરીર પર ડ્રેપ કર્યું છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક યુવાને તેની ફૅશન-ડિઝાઇનિંગની સેન્સને રજૂ કરવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. તેણે પોતાના ઘરનું બ્લૅન્કેટ લઈને એને અલગ-અલગ રીતે પોતાના જ શરીર પર ડ્રેપ કર્યું છે. ક્યારેક એમાંથી તેણે શૉર્ટ ડ્રેસ બનાવ્યો છે તો ક્યારેક સ્લિટ કટ ધરાવતું લૉન્ગ ગાઉન. ક્યારેક તેણે ચાદરથી માથાની બાજુમાં હૅટ જેવો લુક તૈયાર કર્યો છે તો ક્યારેક પાછળ લાંબી વેઇલની જેમ લહેરાતો ડ્રેસ ડ્રેપ કર્યો છે. તેની ફૅશન-સેન્સ કરતાંય વધુ હસવું ત્યારે આવશે જ્યારે આ ભાઈ દરેક લુક સાથે કમર મટકાવીને રૅમ્પ-વૉક કરી રહ્યા હોય છે. એક બ્લૅન્કેટમાંથી નહીં-નહીં તોય ભાઈસાહેબે ૧૧ લુક તૈયાર કર્યા છે. મોટા-મોટા ડિઝાઇનરોના વિઅર્ડ અને મોંઘાદાટ ડિઝાઇનર ડ્રેસની સામે આ ભાઈની ક્રીએટિવિટી સસ્તી ભલે હોય, પણ ચોંકાવનારી છે. આ મજેદાર ક્રીએટિવિટી ધરાવતી રીલને કમેન્ટ્સ પણ મજેદાર મળી છે.


