એક નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયેલી મહિલા નિકૉલે તેનો ઇન્ટરવ્યુ લેનાર બૉસ ૪૫ મિનિટ મોડો આવતાં જૉબ-ઑફર ઠુકરાવી દીધી
તેણે ઈ-મેઇલ કરીને જૉબ-ઑફર માટે આભાર માનીને આ ઑફર એમ કહીને ઠુકરાવી દીધી હતી કે ગઈ કાલે મારો ઇન્ટરવ્યુ-અનુભવ સારો રહ્યો નહોતો
એક નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયેલી મહિલા નિકૉલે તેનો ઇન્ટરવ્યુ લેનાર બૉસ ૪૫ મિનિટ મોડો આવતાં જૉબ-ઑફર ઠુકરાવી દીધી. નોકરી માટે અરજી કરનાર ઇન્ટરવ્યુ આપવા માટે મોડો પહોંચે તો તેને નોકરીથી હાથ ધોવા પડે, પણ અહીં તો સાવ ઊંધું થયું છે. નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જનાર મહિલાને ઇન્ટરવ્યુ માટે ૪૫ મિનિટ વેઇટ કરવી પડી એટલે તે અપસેટ થઈ ગઈ. તેને જૉબ મળી ગઈ, પણ તેણે ઈ-મેઇલ કરીને જૉબ-ઑફર માટે આભાર માનીને આ ઑફર એમ કહીને ઠુકરાવી દીધી હતી કે ગઈ કાલે મારો ઇન્ટરવ્યુ-અનુભવ સારો રહ્યો નહોતો. એક તો તમે ૪૫ મિનિટ મોડા આવ્યા હતા અને મેં જ્યારે એ વિશે આંગળી ચીંધી તો તમે બહાનાં કાઢ્યાં હતાં. મને લેટ આવનાર બૉસ પસંદ નથી અને એ વાતે તો તમે પણ સંમત થશો કે જો તમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા હોત તો આવું વર્તન બરાબર ન જ ગણત.


