Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મોબાઇલ ટાવર પર બેઠેલી યુવતીએ મુંબઈમાં બેઠેલા બૉયફ્રેન્ડ સાથે ફોન પર ઑનલાઇન નિકાહ કર્યા

મોબાઇલ ટાવર પર બેઠેલી યુવતીએ મુંબઈમાં બેઠેલા બૉયફ્રેન્ડ સાથે ફોન પર ઑનલાઇન નિકાહ કર્યા

Published : 25 October, 2026 11:54 AM | Modified : 25 October, 2026 12:04 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રેમી ગામથી દૂર થઈ ગયો હોવાથી મહેકને ગમતું નહોતું. શુક્રવારે તેણે ઘરમાં ઉપાડો લીધો કે તેનાં લગ્ન બૉયફ્રેન્ડ સાથે કરાવી આપવામાં આવે. જોકે પેરન્ટ્સ માન્યા નહીં એટલે તે ગામની બહાર આવેલા મોબાઇલ ટાવર પર ચડી ગઈ.

ટાવર પર ચઢી યુવતીએ કર્યા નિકાહ

અજબ ગજબ

ટાવર પર ચઢી યુવતીએ કર્યા નિકાહ


ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક અનોખા નિકાહ થયા. ૧૯ વર્ષની મહેક નામની છોકરીએ તેના બૉયફ્રેન્ડ સાથે જ લગ્ન કરાવી આપવાની પરિવારજનો પાસે જીદ પકડી હતી. પેરન્ટ્સ માનતા નહોતા એટલે તે ગામના મોબાઇલ ટાવર પર ચડી ગઈ. પાંચ વર્ષ પહેલાં તેને ૨૧ વર્ષના નુરુદ્દીન નામના યુવક સાથે પ્રેમ થયો હતો. બે મહિના પહેલાં જ નુરુદ્દીન નોકરી માટે મુંબઈ જતો રહ્યો હતો. પ્રેમી ગામથી દૂર થઈ ગયો હોવાથી મહેકને ગમતું નહોતું. શુક્રવારે તેણે ઘરમાં ઉપાડો લીધો કે તેનાં લગ્ન બૉયફ્રેન્ડ સાથે કરાવી આપવામાં આવે. જોકે પેરન્ટ્સ માન્યા નહીં એટલે તે ગામની બહાર આવેલા મોબાઇલ ટાવર પર ચડી ગઈ. ત્રણ કલાક સુધી તેને નીચે ઉતારવા માટે બહુ મનામણાં કરવામાં આવ્યાં, પણ તે ટસની મસ ન થઈ. તેણે જીદ કરેલી કે જો તેના ઑનલાઇન નિકાહ કરવામાં આવશે તો જ તે નીચે ઊતરશે. આખરે મસ્જિદમાંથી કાઝીને બોલાવવામાં આવ્યા. કાઝીએ ફોન પર મુંબઈ બેઠેલા બૉયફ્રેન્ડ સાથે મહેકના નિકાહ કબૂલ કરાવ્યા. એ પછી મહિલા પોલીસની મદદથી તેને નીચે ઉતારવામાં આવી હતી. જોકે કહાનીમાં ટ્વિસ્ટ ત્યાં આવ્યો કે દીકરી નીચે ઊતરતાં જ તેની મમ્મીએ દીકરીની શાદી ફોક ગણવાની કાઝી પાસે માગણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 12:04 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK