Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રેતી બની સ્લેટ અને લાકડી બની પેન : કેરલમનાં વૃદ્ધ દાદી બાળકોને રેતી પર કક્કો ઘૂંટાવતાં જોવા મળ્યાં

રેતી બની સ્લેટ અને લાકડી બની પેન : કેરલમનાં વૃદ્ધ દાદી બાળકોને રેતી પર કક્કો ઘૂંટાવતાં જોવા મળ્યાં

Published : 25 October, 2026 12:07 PM | Modified : 25 October, 2026 12:08 PM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલમનાં આ વયોવૃદ્ધ દાદી ‘આશાત્તી અમ્મુમ્મા’ તરીકે જાણીતાં છે. દાદીનો ભણાવવાનો અંદાજ અત્યંત રસપ્રદ અને આત્મીય છે. વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે દાદી હાથમાં રેતી ભરેલી બાલટી લઈને જમીન પર હારબંધ બેઠેલાં બાળકો સામે રેતી પાથરે છે.

રેતી પર ભણાવતાં કેરળનાં શિક્ષિકા

અજબ ગજબ

રેતી પર ભણાવતાં કેરળનાં શિક્ષિકા


અત્યારના ડિજિટલ યુગમાં જ્યાં સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ, ટૅબ્લેટ અને મોંઘી બુક્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે કેરલમની એક હૃદયસ્પર્શી તસવીરે શિક્ષણનાં મૂળિયાં યાદ અપાવી દીધાં છે. એક વૃદ્ધ મહિલાએ સ્કૂલની પરસાળમાં જમીન પર રેતી પાથરીને એને બ્લૅકબોર્ડ બનાવી દીધું અને લાકડીના સહારે ભૂલકાંઓને મૂળાક્ષરો શીખવવાનું શરૂ કર્યું. 

કેરલમનાં આ વયોવૃદ્ધ દાદી ‘આશાત્તી અમ્મુમ્મા’ તરીકે જાણીતાં છે. દાદીનો ભણાવવાનો અંદાજ અત્યંત રસપ્રદ અને આત્મીય છે. વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે દાદી હાથમાં રેતી ભરેલી બાલટી લઈને જમીન પર હારબંધ બેઠેલાં બાળકો સામે રેતી પાથરે છે. એ પછી તેઓ બાળકોની સામે જમીન પર રેતી પાથરીને લાકડી વડે એને એકસરખી સપાટ કરી દે છે. એ પછી રેતીમાં લાકડી અને આંગળીથી અંગ્રેજી મૂળાક્ષરો શીખવે છે. કુદરતી સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણને સહજ, સરળ અને કાગળ વગરનું બનાવી દેનારાં આ વયોવૃદ્ધ શિક્ષિકાના સમર્પણનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 12:08 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK