ઉદ્યોગપતિ રતન તાતા ‘અ મૅન વિથ ઝીરો હેટર્સ’ કેમ છે એના કેટલાય કિસ્સા આટલા દિવસમાં આપણે જોયા-સાંભળ્યા છે. ૯ ઑક્ટોબરે તેમણે વિદાય લીધી હતી.
ટૅટૂ-આર્ટિસ્ટ મહેશ ચવાણે યુવાનના છાતી પર રતન તાતાનું ટૅટૂ કર્યું
ઉદ્યોગપતિ રતન તાતા ‘અ મૅન વિથ ઝીરો હેટર્સ’ કેમ છે એના કેટલાય કિસ્સા આટલા દિવસમાં આપણે જોયા-સાંભળ્યા છે. ૯ ઑક્ટોબરે તેમણે વિદાય લીધી હતી. આટલા દિવસ પછી પણ સોશ્યલ મીડિયામાં તેમની સ્મૃતિ, તેમનાં સંસ્મરણોની પોસ્ટ ચાલી રહી છે એના પરથી તેમની મોટાઈનો અંદાજ લગાવી શકાય છે. અનેક લોકોએ તેમના નિધન પ્રત્યે સાચા હૃદયથી શોક વ્યક્ત કર્યો, કેટલાકે વિચાર વ્યક્ત કર્યા, પરંતુ એક યુવાને તો છાતી પર રતન તાતાનું ટૅટૂ ત્રોફાવ્યું છે. ટૅટૂ-આર્ટિસ્ટ મહેશ ચવાણે એ યુવાનને કારણ પૂછ્યું એટલે તેણે કહ્યું કે તેના મિત્રને કૅન્સર હતું, અનેક હૉસ્પિટલના ધક્કા ખાધા, પરંતુ સારવારનો ખર્ચ પોસાય એવો નહોતો. એવામાં તાતા ટ્રસ્ટ વિશે તેમને ખબર પડી. તાતા ટ્રસ્ટ થકી મફત સારવાર થઈ શકે છે એવી વાત જાણી એટલે મિત્રને ત્યાં દાખલ કર્યો અને તેની સારવાર કરાવી હતી. એ યુવાને કહ્યું કે તેને રતન તાતા ‘રિયલ લાઇફ ગૉડ’ જેવા લાગે છે.
![Read more article into app... read-more-banner](https://static.gujaratimidday.com/assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://static.gujaratimidday.com/assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)