Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > થીજેલા તળાવ પર બનાવ્યું રંગબેરંગી પૅચવર્કવાળું આર્ટિસ્ટિક શેલ્ટર

થીજેલા તળાવ પર બનાવ્યું રંગબેરંગી પૅચવર્કવાળું આર્ટિસ્ટિક શેલ્ટર

Published : 11 March, 2026 11:51 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના મિનેસોટામાં ઠંડીમાં જામી ગયેલા એક ઝરણા પર બે કલાકારોએ કેટલાંક બાળકોની મદદથી એક રંગબેરંગી શેલ્ટર તૈયાર કર્યું છે

રંગબેરંગી શેલ્ટર

રંગબેરંગી શેલ્ટર


અમેરિકાના મિનેસોટામાં ઠંડીમાં જામી ગયેલા એક ઝરણા પર બે કલાકારોએ કેટલાંક બાળકોની મદદથી એક રંગબેરંગી શેલ્ટર તૈયાર કર્યું છે. સફેદ રંગના બરફ પર રંગબેરંગી કપડાંના નાના-નાના પૅચીઝ કાપીને એને સાંધીને એ શેલ્ટર હોમનું બહારનું આવરણ તૈયાર કરવામાં આવ્યું છે. સફેદ બરફની અંદર ચમકીલા રંગોવાળાં કપડાંથી બનેલો ટેન્ટ એકદમ હટકે લાગે છે.

આને ટેક્સટાઇલ આર્ટ કહેવાય છે. એક આર્ટ શૅન્ટી પ્રોજેક્ટ માટે એક થીજેલા તળાવ પર ઝૂંપડી જેવો ટેન્ટ બનાવવામાં આવ્યો હતો. એ ફિશિંગ હટ જેવો લુક પણ ધરાવે છે. સાદા લાકડા પર પ્લાસ્ટિકના આવરણને બદલે લાકડીના સ્ટ્રક્ચર પર કપડાના પૅચમાંથી બનાવેલી ચાદર એના પર ઢાંકવામાં આવી છે. કલાકારે એ માટે તેના સ્ટુડિયોમાં પડેલા પેઇન્ટ કરેલા કપડાં, વિનાઇલ અને ડ્રૉપ-ક્લોથ મટીરિયલમાંથી ચોક્કસ શેપના કટકા કાપી એને સીવીને એમાંથી ચાદર બનાવી હતી. આ ઝૂંપડી લોકો માટે એક ખાસ આર્ટ-પીસ બની ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 11:51 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK