રેડ વેલ્વેટ વૅનિલા ફ્લેવરવાળી કેકને બનાવવામાં લારાને ૩૮ કલાક અને એના સ્પ્રેડ માટે એક અઠવાડિયું લાગ્યું હતું. એ કેકમાં ૧૩૦ કિલો ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Offbeat
ટેલર સ્વિફ્ટની લાઇફસાઇઝ કેક
યુકે સ્થિત એક બેકરે રવિવારની સુપર બાઉલ લીગ માટે સુપરસ્ટાર સિંગર ટેલર સ્વિફ્ટની લાઇફસાઇઝ કેક બનાવી હતી. લાસ વેગસમાં આયોજિત સુપર બાઉલ લીગમાં ટેલર સ્વિફ્ટ તેના ફુટબૉલર બૉયફ્રેન્ડ ટ્રેવિસ કેલ્સને સપોર્ટ કરવા ગઈ હતી, જે કૅન્સસ સિટી ચીફ્સની ટીમનો પ્લેયર છે. યુકેના વેસ્ટ મિડલૅન્ડ્સના વૉલ્સલની લારા મેસને જે લાઇફસાઇઝ કેક બનાવી છે એમાં સ્વિફ્ટે કૅન્સસ સિટી ચીફ્સનું સ્વેટશર્ટ પહેર્યું છે અને તેના માથા પર એનએફએલ સુપર બાઉલ ટ્રોફી છે. ૩૭ વર્ષની મેસને કહ્યું કે આખરે મને આ કેક બનાવવા માટે યોગ્ય તક મળી છે. ટેલર સ્વિફ્ટ મહિલાઓ માટે રોલ મૉડલ છે. તે છેલ્લા ઘણા સમયથી અમેરિકન સિંગરની લાઇફસાઇઝ કેક બનાવવા માગતી હતી, પણ તેના અને તેના પતિના અમેરિકન ફુટબૉલ પ્રત્યેના પ્રેમને કારણે આખરે પર્ફેક્ટ સમયે કેક બનાવવાનો મોકો મળ્યો. રેડ વેલ્વેટ વૅનિલા ફ્લેવરવાળી કેકને બનાવવામાં લારાને ૩૮ કલાક અને એના સ્પ્રેડ માટે એક અઠવાડિયું લાગ્યું હતું. એ કેકમાં ૧૩૦ કિલો ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.