સ્થાનિકોનું કહેવું છે કે વચેટ દીકરો ઘણી વાર કહેતો હતો કે ‘સપનામાં ભાઈ આવે છે અને તે મને બોલાવે છે, હવે હું પણ મરી જઈશ.’ તેની આવી વાતો સાંભળીને ગામવાળાઓને લાગતું હતું કે આ કોઈ ભૂતવળગાડનો કેસ હોઈ શકે છે.
મૃત્યુ પામેલા 3 ભાઈઓનાં મોત
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના વાજિદપુરમાં એક જ પરિવારના ૩ ભાઈઓ ૬ મહિનાના અંતરે મૃત્યુ પામ્યા છે. આ ઘટનાથી પરિવારજનો જબરા આઘાતમાં છે. ૬ મહિના પહેલાં સૌથી પહેલાં ઘરના નાના દીકરા ગોવિંદનું મૃત્યુ થયું હતું. એ પછી મોટા દીકરા અમન અને એ પછી વચેટ દીકરા વિકાસનું પણ મૃત્યુ થયું. સ્થાનિકોનું કહેવું છે કે વચેટ દીકરો ઘણી વાર કહેતો હતો કે ‘સપનામાં ભાઈ આવે છે અને તે મને બોલાવે છે, હવે હું પણ મરી જઈશ.’ તેની આવી વાતો સાંભળીને ગામવાળાઓને લાગતું હતું કે આ કોઈ ભૂતવળગાડનો કેસ હોઈ શકે છે. તેના પરિવારજનોએ વચેટ દીકરાની માનસિક અસ્વસ્થતા જોઈને તંત્રમંત્ર કરતા ભુવા-બાવા અને ડૉક્ટરને પણ બતાવ્યું હતું. એમ છતાં થોડા દિવસ પહેલાં વિકાસનું મૃત્યુ થયું હતું. તેની તબિયત બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરાયો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. ત્રણેય ભાઈઓનું મૃત્યુ અચાનક થયું એની પાછળ કોઈક બ્લૅક મૅજિક કારણભૂત હોવાનું ગામલોકો માને છે.
