Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુલ્હનના ભાઈએ જાનૈયાઓને ગિફ્ટમાં આપ્યાં ૨૪ કૅરૅટ સોનાનાં બિસ્કિટ

દુલ્હનના ભાઈએ જાનૈયાઓને ગિફ્ટમાં આપ્યાં ૨૪ કૅરૅટ સોનાનાં બિસ્કિટ

Published : 13 February, 2026 01:08 PM | IST | Saudi Arabia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયામાં સાઉદી અરેબિયાનો લગ્નનો એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


સોશ્યલ મીડિયામાં સાઉદી અરેબિયાનો લગ્નનો એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. શાહી અંદાજ, ચમકતાં બિસ્કિટ અને મહેમાનોની ભીડ અને રોશનીથી સજેલી મહેફિલમાં શેખ પરિવારનો દબદબો દેખાઈ રહ્યો છે. કૅમેરામાં એક એવું દૃશ્ય દેખાય છે જેમાં જાણે જાનૈયાઓને સોનાનું બિસ્કિટ ભેટમાં અપાઈ રહ્યું હોય. વિડિયોમાં પણ કહેવાઈ રહ્યું છે કે દુલ્હાના ભાઈએ જાનૈયાઓને ૨૪ કૅરૅટ સોનાનાં બિસ્કિટ આપ્યાં. જોકે અસલી કહાણી કંઈક જુદી છે. બિસ્કિટમાં બહાર જે ચમકે છે એ ખરેખર સોનાનો વરખ જ છે. એ સોનાના વરખમાં ઢાળેલી લક્ઝરી ચૉકલેટ છે જેને એકદમ ગોલ્ડના બિસ્કિટ જેવો લુક આપવામાં આવ્યો છે. બહુ જાણીતી પૅચી બ્રૅન્ડની ચૉકલેટ મિડલ-ઈસ્ટનાં શાહી લગ્નોમાં ગિફ્ટ તરીકે અપાતી હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 01:08 PM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK