Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વિગીએ ૧૦૩ રૂપિયાની લાલચમાં ખોટી રીતે ડિસ્ટન્સ વધાર્યું, હવે ૩૫,૦૦૦ ચૂકવવા પડશે

સ્વિગીએ ૧૦૩ રૂપિયાની લાલચમાં ખોટી રીતે ડિસ્ટન્સ વધાર્યું, હવે ૩૫,૦૦૦ ચૂકવવા પડશે

Published : 06 November, 2024 05:02 PM | Modified : 06 November, 2024 05:10 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૈદરાબાદના એમ્માડીમાં રહેતા સુરેશબાબુએ સ્વિગી વન મેમ્બરશિપ લીધી છે. એમાં અમુક નક્કી કરેલા અંતર સુધી ડિલિવરી-ચાર્જ લેવાતો નથી. સુરેશબાબુએ ૧ નવેમ્બરે સ્વિગી ઍપમાં ઑર્ડર આપ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


દિવાળીના તહેવારમાં ફૂડ ડિલિવરી ઍપને સારોએવો ધંધો મળ્યો છે છતાં ઘણી વાર લાલચને કારણે નુકસાન વેઠવું પડે છે. માત્ર ૧૦૩ રૂપિયા ડિલિવરી-ચાર્જ વસૂલવાની લાલચમાં સ્વિગીએ ખોટી રીતે ડિસ્ટન્સ વધારી દીધું અને હવે કંપનીએ ૩૫,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. હૈદરાબાદના એમ્માડીમાં રહેતા સુરેશબાબુએ સ્વિગી વન મેમ્બરશિપ લીધી છે. એમાં અમુક નક્કી કરેલા અંતર સુધી ડિલિવરી-ચાર્જ લેવાતો નથી. સુરેશબાબુએ ૧ નવેમ્બરે સ્વિગી ઍપમાં ઑર્ડર આપ્યો હતો. તેમના ઘરથી રેસ્ટોરાંનું અંતર ૯.૭ કિલોમીટર હતું, પણ ડિલિવરી-ચાર્જ વસૂલી શકાય એ માટે અંતર ૧૪ કિલોમીટર કરી નાખ્યું અને ૧૦૩ રૂપિયાનો ડિલિવરી-ચાર્જ વસૂલ્યો. સુરેશબાબુએ રંગારેડ્ડી જિલ્લાના ગ્રાહક ફોરમમાં કેસ કર્યો. તેમણે ગૂગલ-મૅપના સ્ક્રીન-શૉટ સહિતના પુરાવા આપ્યા હતા. એમની તપાસમાં ખોટી રીતે અંતર વધાર્યાનું પુરવાર થયું એટલે ફોરમે ભોજનના બિલના ૩૫૦.૪૮ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ડિલિવરી-ચાર્જ પેટે લીધેલા ૧૦૩ રૂપિયા પાછા કરવાનો આદેશ કર્યો છે. એ સિવાય માનસિક ત્રાસ બદલ ૫૦૦૦ અને વધારાના ૫૦૦૦ રૂપિયા સહિત કેસનો ખર્ચ ચૂકવવા પણ કહ્યું છે. એ ઉપરાંત જિલ્લાના ગ્રાહક કલ્યાણ ભંડોળમાં૨૫,૦૦૦ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સ્વિગીએ આ બધી ચુકવણી ૪૫ દિવસમાં કરવી પડશે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2024 05:10 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK