આપણે માનીએ છીએ કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, કેમ કે અહીં ઘરોના ભાવ ખૂબ જ વધી ગયા છે. જોકે સાઉથ કોરિયાના સોલ શહેરની વાત કરીએ તો મુંબઈ પણ સસ્તું લાગશે. તાજેતરમાં લિડિયા રઉકા નામની ૨૭ વર્ષની યુવતીએ સાઉથ કોરિયાના સોલમાં તે ક્યાં રહે છે.
લિડિયા રઉકા શૅર કરેલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
આપણે માનીએ છીએ કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, કેમ કે અહીં ઘરોના ભાવ ખૂબ જ વધી ગયા છે. જોકે સાઉથ કોરિયાના સોલ શહેરની વાત કરીએ તો મુંબઈ પણ સસ્તું લાગશે. તાજેતરમાં લિડિયા રઉકા નામની ૨૭ વર્ષની યુવતીએ સાઉથ કોરિયાના સોલમાં તે ક્યાં રહે છે એનો વિડિયો શૅર કર્યો છે. તેનું કહેવું છે કે સોલમાં તે એવડું જ ઘર અફૉર્ડ કરી શકે છે જે લગભગ તિજોરી કરતાં થોડુંક મોટું છે. જર્મનીના ફ્રૅન્કફર્ટની લિડિયા સોલ ભણવા માટે ગઈ છે. તેને સસ્તું પડે એ માટે તે એક માઇક્રો અપાર્ટમેન્ટમાં રહે છે. આ અપાર્ટમેન્ટમાં કિચન તો છે જ નહીં. સૂવા માટે પાતળો બેડ છે અને એને ઠીક અડીને ટૉઇલેટ છે. બેડની સામે તમે ઊભા થાઓ એટલે મિનિએચર સાઇઝની ખુરસી અને ટેબલ છે અને ઉપર નાની-નાની શેલ્ફ બની છે. ૭૭ સ્ક્વેર ફુટનું આ ઘર આઠ ફુટ X નવ ફુટનું છે. કોરિયામાં એને ગોશિવોન એટલે કે માઇક્રો હોમ કહેવાય છે. એમાં સિંગલ બેડ, ટેબલ-ખુરસી, શેલ્ફ, સ્મૉલ ફ્રિજ અને સ્મૉલ ટૉઇલેટ હોય છે. આટલી જગ્યાનું ભાડું છે ૩૨૮ ડૉલર એટલે કે લગભગ ૨૮,૦૦૦ રૂપિયા.

