આ માછલી પાણીમાં તરતી રહે છે અને એમાં માઇક્રોપ્લાસ્ટિક્સના અંશો હોય તો એને એકઠા કરી લે છે
ગલ્પર નામની એક નાનકડી રોબો માછલી
ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑફ સરેના સંશોધકોએ ગલ્પર નામની એક નાનકડી રોબો માછલી તૈયાર કરી છે. આ માછલી પાણીમાં તરતી રહે છે અને એમાં માઇક્રોપ્લાસ્ટિક્સના અંશો હોય તો એને એકઠા કરી લે છે. આ માછલી પાણીમાંથી પ્લાસ્ટિકના અંશો ખેંચીને એમાંથી એનર્જી પેદા કરે છે અને એ એનર્જીથી માછલી સતત કામ કરતી રહી શકે છે. ટૂંકમાં, નિષ્ણાતોએ માછલીના સ્વરૂપમાં એવી વ્યવસ્થા શોધી કાઢી છે જે પ્રદૂષણથી જ એનર્જી મેળવી લે છે અને જેટલું ગંદું પાણી હોય એટલી વધુ આ માછલીને કામ કરવાની એનર્જી મળતી રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં આ માછલીઓ સમુદ્રમાં છોડી દેવામાં આવે તો એ પ્લાસ્ટિકના કચરાને એનર્જીમાં કન્વર્ટ કરીને સતત જળસ્રોતોને સાફ રાખવાનું કામ કરી શકે છે.


