Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પપ્પાએ દીકરીને બર્થ-ડેમાં ગિફ્ટ આપ્યું ચારેક કરોડ રૂપિયાનું સ્પેશ્યલ બાજ પક્ષી?

પપ્પાએ દીકરીને બર્થ-ડેમાં ગિફ્ટ આપ્યું ચારેક કરોડ રૂપિયાનું સ્પેશ્યલ બાજ પક્ષી?

Published : 05 September, 2026 04:11 PM | IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હરાજી બાદ સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાઇરલ થયા છે કે દુબઈના એક અમીર પિતાએ પોતાની દીકરીના બર્થ-ડે પર તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માટે કરોડો રૂપિયાનું આ બાજ પક્ષી ખરીદ્યું છે.

પપ્પાએ દીકરીને બર્થ-ડેમાં ગિફ્ટ આપ્યું ચારેક કરોડ રૂપિયાનું સ્પેશ્યલ બાજ પક્ષી?

પપ્પાએ દીકરીને બર્થ-ડેમાં ગિફ્ટ આપ્યું ચારેક કરોડ રૂપિયાનું સ્પેશ્યલ બાજ પક્ષી?


 અબુ ધાબીમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ હન્ટિંગ ઍન્ડ ઇક્વેસ્ટ્રિયન એક્ઝિબિશનમાં એક અત્યંત દુર્લભ અને બરફ જેવા સફેદ રંગનું જેરફાલ્કન બાજ પક્ષી ૧.૫ મિલ્યન દિરહામ એટલે કે ૩.૪ કરોડથી ૪ કરોડ રૂપિયામાં વેચાયું છે અને એ આ વર્ષની હરાજીનું સૌથી મોંઘું પક્ષી બની ગયું છે. 
અમેરિકાના એક ખાસ ફાર્મમાં ઉછેરવામાં આવેલું આ એક કિલો વજનનું અલ્ટ્રા-વાઇટ બાજ પક્ષી પોતાની અદ્ભુત ઝડપ, શિકાર કરવાની શક્તિ અને એની દુર્લભતા માટે જાણીતું છે. મિડલ ઈસ્ટના દેશોમાં આવાં બાજ પક્ષીઓને અમીરી અને શાહી ઠાઠના પ્રતીક તરીકે જોવામાં આવે છે. 
જોકે આ હરાજી બાદ સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાઇરલ થયા છે કે દુબઈના એક અમીર પિતાએ પોતાની દીકરીના બર્થ-ડે પર તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માટે કરોડો રૂપિયાનું આ બાજ પક્ષી ખરીદ્યું છે. જોકે બર્થ-ડે ગિફ્ટવાળા આ દાવાની સત્તાવાર રીતે હજી કોઈ પુષ્ટિ થઈ નથી. એક તરફ સોશ્યલ મીડિયા પર પિતા-પુત્રીના આ દાવાની જોરદાર ચર્ચા છે તો બીજી તરફ કરોડો રૂપિયાના આ પક્ષીની સુંદરતા જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 04:11 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK