રાજસ્થાનના જોધપુરમાં એક વ્યક્તિએ પોતાની મારુતિ સ્વિફ્ટ ગાડીને એક-એક રૂપિયાના સિક્કાથી એવી રીતે શણગારી છે કે એ પૂરેપૂરી ચાંદીમાંથી બની હોય એવી ચમકવા લાગી છે
મારુતિ સ્વિફ્ટ ગાડીને એક-એક રૂપિયાના સિક્કાથી શણગારી છે
સોશ્યલ મીડિયા પર રોજ કંઈ ને કંઈ અજુગતું, કંઈક અલગ એવું જોવા મળે છે કે પહેલી નજરે માનવામાં જ ન આવે. રાજસ્થાનના જોધપુરમાં એક વ્યક્તિએ પોતાની મારુતિ સ્વિફ્ટ ગાડીને એક-એક રૂપિયાના સિક્કાથી એવી રીતે શણગારી છે કે એ પૂરેપૂરી ચાંદીમાંથી બની હોય એવી ચમકવા લાગી છે. આ ગાડીને એકદમ બારીકી અને ખૂબસૂરતી સાથે શણગારવામાં આવી છે. કારના દરેક ભાગ પર; દરવાજા, બોનેટ, છત, સાઇડ મિરર બધે જ એકદમ પાસે-પાસે એક-એક રૂપિયાના સિક્કા એકદમ સફાઈથી અને બારીકાઈથી લગાવવામાં આવ્યા છે કે કારનો મૂળ રંગ દેખાતો જ નથી અને આખી કાર ચમકી રહી છે. માત્ર નંબર-પ્લેટ તથા ગાડીની આગળના અને પાછળના અને બારીના કાચને છોડીને બધે જ સિક્કા લગાવવામાં આવ્યા છે. આ અનોખી રોકડા રણકતા રૂપિયાના સિક્કાથી સજેલી કાર એટલી આકર્ષક લાગે છે કે સોશ્યલ મીડિયા પર એને ‘પૈસેવાલી કાર’ તરીકે બધા વખાણી રહ્યા છે. કોઈ એને ‘ચમચમાતી ગાડી’, ‘સિક્કાગાડી’ કે ‘રુપએ બરસાને વાલી ગાડી’ નામ આપી રહ્યા છે.

