સામાન્ય રીતે દારૂ એ દૂષણનું મૂળ છે, પરંતુ પંજાબના ભોમા ગામમાં આવેલી બાબા રોડે શાહની સમાધિ પર લોકો દારૂ ચડાવે છે.
અમૃતસર
સામાન્ય રીતે દારૂ એ દૂષણનું મૂળ છે, પરંતુ પંજાબના ભોમા ગામમાં આવેલી બાબા રોડે શાહની સમાધિ પર લોકો દારૂ ચડાવે છે. બાબા રોડે શાહ ગુરુદાસપુર જિલ્લાના ધીમાન ગામના હતા. બાળપણથી જ તેઓ ભક્તિમાં લીન રહેતા હતા. તેમણે ભોમા ગામમાં આવીને ચબૂતરો બનાવ્યો હતો અને અહીં જ તેઓ ભક્તિ કરતા હતા. દર વર્ષે માર્ચમાં તેમની સમાધિ પર વિશાળ મેળો ભરાય છે. એવી માન્યતા છે કે માનતા માટે સમાધિ પર લોકો દારૂ ચડાવે છે અને એને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. લોકો ચડાવા તરીકે વિવિધ પ્રકારની દેશી-વિદેશી દારૂથી સમાધિ પર છંટકાવ કરીને કબરની બાજુમાં મૂકેલા વાસણમાં અર્પણ કરે છે અને બાકીનો દારૂ શ્રદ્ધાળુઓમાં વહેંચી દેવામાં આવે છે.

