સ્પેનમાં છે અનોખું શિલ્પ
સ્પેનમાં છે એક સ્ત્રીનું અનોખું શિલ્પ
સ્પેનના ઝરાગોઝા શહેરમાં એક શિલ્પ ખડું છે જે મહિલાઓના યોગદાનને બિરદાવવાનું કામ કરે છે. તમે મહિલાઓના ઘરકામને ઓછું આંકતા હો અને કહેતા હો કે ગૃહિણી કંઈ નથી કરતી તો આ શિલ્પ એનું નિરૂપણ કરે છે. શિલ્પનું ટાઇટલ છે એવી સ્ત્રી જે કંઈ નથી કરતી. આ સ્ત્રીના ખભા પર વૉશિંગ મશીન, ઝાડુ, બાલદી, હોમ અપ્લાયન્સિસ મૂકેલાં છે અને હાથમાં ત્રણ સંતાનોને તે સંભાળી રહી હોય એવું નિરૂપણ છે.
ઘરકામ કરવામાં કલાકો વિતાવતી સ્ત્રીઓને કોઈ પૈસા નથી મળતા અને તેમની મહેનતને પણ સાવ અવગણવામાં આવે છે. પરિવાર અને સમાજને ચલાવવા માટે ગૃહિણીઓનું કેટલું મહત્ત્વ છે એ સમજાવવા માટે આ આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જોસ લુઇ ફર્નાન્ડિસ નામના પુરુષ શિલ્પકારે સ્ત્રીના કામને બિરદાવ્યું છે.


