પાછાં શોધી લેવાયેલાં વાહનોમાં ૧૦ ટૂ-વ્હીલર અને ૪ ઑટો ઉપરાંત એક લક્ઝરી આઉડી કાર પણ હતી
રિકવર કરવામાં આવેલી હાર્લી ડેવિડસન બાઇક સાથે ટ્રાફિક-પોલીસ
થાણે સિટી ટ્રાફિક ડિપાર્ટમેન્ટે આ વર્ષે આશરે એક કરોડ રૂપિયાની કિંમત ધરાવતાં કુલ ૧૫ ચોરાયેલાં વ્હીકલ્સ રિકવર કર્યાં છે. પહેલી જાન્યુઆરીથી ૯ ડિસેમ્બર સુધીમાં એક લક્ઝરી આઉડી કાર, એક મોંઘી હાર્લી ડેવિડસન બાઇક, ૧૦ ટૂ-વ્હીલર અને ૪ રિક્ષા પાછી મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. થાણેના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
૧૩ નવેમ્બરે ઉલ્હાસનગરમાં એક ઇન્સ્પેક્શન વખતે ટ્રાફિક-પોલીસે નંબરપ્લેટ વિનાની એક મોટરસાઇકલને રોકી હતી, પણ એના પર સવાર ૩ યુવાનોએ પોલીસને ધક્કો મારીને બાઇક ભગાવી મૂકી હતી. આગળ તપાસમાં એ મોટરસાઇકલ રિકવર કરવામાં આવી હતી, જે સાડાત્રણ લાખ રૂપિયાની હાર્લી ડેવિડસન બાઇક હતી. આ બાઇક મુલુંડના રહેવાસી કુણાલ કેનીની હતી


