Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આખા શરીરે આગ લગાવીને ૧૭૩ મીટરની ઝિપલાઇન પાર કરી

આખા શરીરે આગ લગાવીને ૧૭૩ મીટરની ઝિપલાઇન પાર કરી

Published : 25 November, 2026 06:58 PM | IST | Poland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કામની દસમી વર્ષગાંઠ નિમિત્તે તેણે આ સ્ટન્ટ કર્યો હતો. સ્ટન્ટ દરમ્યાન તેણે ફાયર માટેનાં ખાસ પ્રોટૅક્ટિવ ગિયર્સ પહેર્યાં હતાં.

આખા શરીરે આગ લગાવીને ૧૭૩ મીટરની ઝિપલાઇન પાર કરી પોલૅન્ડના સ્ટૅનિસ્લૅવ માદેજ નામના સ્ટન્ટમૅને

અજબ ગજબ

આખા શરીરે આગ લગાવીને ૧૭૩ મીટરની ઝિપલાઇન પાર કરી પોલૅન્ડના સ્ટૅનિસ્લૅવ માદેજ નામના સ્ટન્ટમૅને


પોલૅન્ડના સ્ટૅનિસ્લૅવ માદેજ નામના સ્ટન્ટમૅને આગ સાથે ઝિપવાયર ક્રૉસ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ સ્ટન્ટ જોવામાં એટલો ડરામણો હતો કે જોનારાઓનાં હૃદય પણ ઘડીભર માટે થંભી ગયાં હતાં.  સ્ટૅનિસ્લૅવે પહેલાં શરીર પર આગ લગાવી અને પછી ઝિપલાઇન થકી ૧૭૩ મીટરનું અંતર પાર કર્યું. સામાન્ય રીતે ઝિપલાઇન પર સરકવાથી ઑક્સિજન સાથે વધુ ઘર્ષણ થાય છે અને આગ વધુ તીવ્રતા પકડે છે એટલે આ સ્ટન્ટ ખૂબ જોખમી કહેવાય છે. એમ છતાં સ્ટન્ટમૅને એક આખું ફુટબૉલ ગ્રાઉન્ડ જેટલું અંતર ઝિપલાઇન પર સળગતી અવસ્થામાં પાર કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ સ્ટન્ટ માટે પોલૅન્ડના એક કૉમ્પ્લેક્સમાં ખાસ ૧૮૦ મીટરની ઝિપલાઇન તૈયાર કરવામાં આવી હતી. ૪૩ વર્ષનો સ્ટૅનિસ્લૅવ ૧૦ વર્ષોથી એક ઝિપલાઇન ઑપરેટ કરવાનું કામ કરે છે. આ કામની દસમી વર્ષગાંઠ નિમિત્તે તેણે આ સ્ટન્ટ કર્યો હતો. સ્ટન્ટ દરમ્યાન તેણે ફાયર માટેનાં ખાસ પ્રોટૅક્ટિવ ગિયર્સ પહેર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 06:58 PM IST | Poland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK