વારાણસી-નવી દિલ્હીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સ્ટેશન પર આવી એટલે રામ વિલાસ પણ દીકરાની સાથે C-6 કોચમાં ચડી ગયા
વારાણસી-નવી દિલ્હીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
કાનપુરના રામ વિલાસ યાદવનો દીકરો મેટ્રો ટ્રેનમાં દિલ્હી જવાનો હતો, એટલે તેને મૂકવા પોતે સ્ટેશન ગયા હતા. વારાણસી-નવી દિલ્હીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સ્ટેશન પર આવી એટલે રામ વિલાસ પણ દીકરાની સાથે C-6 કોચમાં ચડી ગયા. દીકરાને બેસાડ્યો અને સામાન ગોઠવ્યો ત્યાં ટ્રેન ઊપડવાનું અનાઉન્સમેન્ટ થયું. રામ વિલાસ બહાર નીકળે એ પહેલાં જ દરવાજા બંધ થઈ ગયા અને ટ્રેન ઊપડી ગઈ. ટ્રેન રોકવા માટે યાદવ છેક ડ્રાઇવરની કૅબિન સુધી પહોંચી ગયા, પણ ટ્રાઇવરે ટ્રેન ન રોકી, ઊલટાનું ચેકિંગ સ્ટાફે તેમને પકડી લીધા, કારણ વિના અને ટિકિટ વિના દિલ્હી પહોંચી ગયેલા રામ વિલાસ યાદવે ૨૮૭૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો.