મોર અને પંખીઓના સામૂહિક રુદનનો કાળજું કંપાવી નાખે એવો અવાજ આવી રહ્યો છે
જંગલ
તેલંગણની હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી પાસેના કાંચા ગાચીબોવલી વિસ્તારમાં IT પાર્ક બનાવવા માટે ૪૦૦ એકરમાં ફેલાયેલા જંગલને કાપવામાં આવી રહ્યું છે. આ જંગલને બચાવવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ જંગલમાં ૪૫૫ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની વન્યસૃષ્ટિ વિકસી રહી છે. આ વન્યસૃષ્ટિને બચાવવા માટે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને છતાં તેલંગણ સરકારનું જંગલ કાપવાનું અભિયાન પૂરવેગે ચાલી રહ્યું છે. મણિપુરના ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટે હૈદરાબાદ યુનિવર્સિટીના સપોર્ટમાં ટ્વિટર પર એક વિડિયો મૂક્યો છે જેમાં ડઝનબંધ અર્થમૂવર જંગલ કાપવાનું કામ કરી રહ્યાં છે અને પાછળ મોર અને પંખીઓના સામૂહિક રુદનનો કાળજું કંપાવી નાખે એવો અવાજ આવી રહ્યો છે.


